Connect Gujarat
ટ્રાવેલ 

હરિદ્વાર અને ઋષિકેશ જવાનું વિચારો છો તો મોડુ ના કરતાં, IRCTC લાવ્યું છે ધમાકેદાર પેકેજ, જાણો વિગતો....

IRCTC પ્રવાસીઓ માટે અવાર નવાર ટુરપેકેજ જાહેર કરતાં હોય છે ત્યારે IRCTC એ ભક્તો માટે ઋષિકેશ, મથુરા, હરિદ્વાર, વૈષ્ણોદેવી અને અમૃતસર ટુર પેકેજ લાવ્યા છે.

હરિદ્વાર અને ઋષિકેશ જવાનું વિચારો છો તો મોડુ ના કરતાં, IRCTC લાવ્યું છે ધમાકેદાર પેકેજ, જાણો વિગતો....
X

IRCTC પ્રવાસીઓ માટે અવાર નવાર ટુરપેકેજ જાહેર કરતાં હોય છે ત્યારે IRCTC એ ભક્તો માટે ઋષિકેશ, મથુરા, હરિદ્વાર, વૈષ્ણોદેવી અને અમૃતસર ટુર પેકેજ લાવ્યા છે. આ ટુર પેકેજમાં અલગ અલગ જગ્યાએ આવેલા વિશેષ સ્થળોની મુલાકાત કરી શકશો. આ ટુર પેકેજમાં મુસાફરોને મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત કરાવશે, આ સિવાય પ્રવાસીઓ માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો ચાલો આ પેકેજ વિષે વિગતવાર જાણીએ.

આ ટુરપેકેજનું નામ ઉત્તરભારત દેવ ભૂમિ યાત્રા રાખવામા આવ્યું છે. યાત્રિકો 9 દિવસમાં હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, મથુરા અને વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે. આ ટુરપેકેજ 8 રાત અને 9 દિવસનું છે. આ પેકેજની શરૂઆત પુણેથી થશે. ટૂર પેકેજમાં બોર્ડિંગ અને ડીબોર્ડિંગ પુણે, લોનાવાલા, કર્જત, વસઈ રોડ, વાપી, સુરત અને વડોદરામાં થશે. IRCTCના આ ટૂર પેકેજનું ભાડું પણ સસ્તું છે.

આ ટુરપેકેજમાં ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરશો તો પ્રતિ વ્યકતીએ 15300 ભાડું ચૂકવવાનું રહેશે. કમ્ફર્ટ ક્લાસમાં પ્રવાસ માટે 27200 ચૂકવવા પડશે અને જો આપ આ ડિલક્ષમાં આ ટુરપેકેજનો લાભ લેવા માંગો છો તો તમારે આ માટે 32900 રૂપિયા ચૂકવવાના રહેશે. આ ટુરપેકેજમાં હરિદ્વારમાં હાર કી પૌડી અને ગંગા ઘાટપર પ્રવાસ કરાવવામાં આવશે. અમૃતસરમાં સુવર્ણ મંદિર, અટારી અમે વાઘા બોર્ડરની મુલાકાત કરાવવામાં આવશે. પ્રવાસીઓ કટારીમાં માતા વૈષ્ણોદેવી અને મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો લહાવો લઈ શકશે. પ્રવાસીઓ આ ટુર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટપરથી બુક કરવી શકશે.

Next Story