ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગમાં કર્યો ફેરફાર,60 દિવસ પહેલા ટિકિટ કરી શકાશે બુક

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને નવી સુવિધા રેલ યાત્રીઓ માટે શરૂ કરી છે.

New Update
Due to rain, the rail traffic was affected, 11 trains ran late, two trains were cancelled

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને નવી સુવિધા રેલ યાત્રીઓ માટે શરૂ કરી છે.

હવે 120 દિવસની જગ્યાએ 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકાશે.રેલવે મંત્રાલય દ્વારા નોટિફિકેશન મુજબહવે એડવાન્સ રિઝર્વેશનની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. તેનાથી લોકોને એડવાન્સમાં ટિકિટ બુક કરાવવા માટે ઓછો સમય મળશે. રેલવેએ આ નોટિફિકેશનમાં કહ્યું છે કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની વર્તમાન સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. જો કેઓક્ટોબર 31, 2024 સુધી 120 દિવસની ARP હેઠળ કરવામાં આવેલી તમામ બુકિંગ અકબંધ રહેશે. નવો નિયમ નવેમ્બરથી કરાયેલા બુકિંગ પર લાગુ થશે.

રેલવેએ એમ પણ કહ્યું છે કે તાજની જેમ દિવસના અમુક કલાકો પર દોડતી એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એક્સપ્રેસગોમતી એક્સપ્રેસ વગેરેમાં એડવાન્સ રિઝર્વેશન માટેની સમય મર્યાદા ઓછી છે. આ સિવાય વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

Latest Stories