ચારધામ યાત્રા માટે RT PCR ફરજીયાત, ઉત્તરાખંડ સરકારનો નિર્ણય
દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે.

3 મેથી શરૂ થનારી ચાર ધામની યાત્રા ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે. નેગેટિવ RT PCR રિપોર્ટ વગર કોઇને પણ પરવાનગી નહીં મળે.
3 મેના રોજ યમુનોત્રી અને ગંગોત્રી ના દરવાજા ખોલી નાખવામાં આવશે અને ત્યારબાદ 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથ ધામના દરવાજા પણ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ત્યારે હવે દેશમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવતા ઉત્તરાખંડ સરકાર ફરી એલર્ટ થઇ ગઇ છે. ઉત્તરાખંડ સરકારે ચાર ધામ આવનારાઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે.અત્રે નોંધનીય છે કે, દેશમાં ફરી એક વાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દરરોજ આંકડામાં વધારો થઈ રહ્યો છે, જે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,303 નવા કેસ નોંધાયા છે, જે પછી એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજાર 980 થઈ ગઈ છે.દૈનિક પોઝિટીવીટી રેટ પણ વધીને (0.66%) થયો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 2563 નવા દર્દીઓ સાજા પણ થયા છે. જો કુલ આંકડા પર નજર કરીએ તો, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 કરોડ 25 લાખ 28 હજાર 126 થઈ ગઈ છે. આ સિવાય મહામારીના કારણે 5 લાખ 23 હજાર 693 લોકોના મોત થયા છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 39 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અંકલેશ્વર : ખાનગી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ થતાં...
28 May 2022 9:40 AM GMTAGL સતત ત્રીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન ચાલુ, મોટા પ્રમાણમાં બેનામી...
28 May 2022 8:37 AM GMTPM મોદીએ રાજકોટમાં કહ્યું- આ આઠ વર્ષમાં હું એ ભારતનું શીશ ઝૂકવા નથી...
28 May 2022 8:28 AM GMTસુરત : યાર્ન ડિલરોના ફસાતા નાણાં પરત મેળવવા 'સીબીલ' સોફ્ટવેરનું...
28 May 2022 8:24 AM GMTPM મોદી આજે ગુજરાત પ્રવાસે, 200 બેડની અધ્યતન સુવિધાથી સજ્જ હોસ્પિટલનું ...
28 May 2022 7:54 AM GMT