/connect-gujarat/media/post_banners/f5cbc77226bf5fe5fe6c9aea9e6321575d75d4db64c9da6b997fc4f57c7a276f.webp)
ભાવનગરથી 28 કિમી દૂર દંગાપરા ગામ પાસે અંધારી ધોધ આવેલો છે. આ ધોધ ખૂબ જ સુંદર હોવાથી પ્રવાસનનું સ્થળ બન્યો છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે. તો તમે હવે રાહ કોની જુઓ છો, આવી જાય અહીં ફરવા માટે.....
ભાવનગરથી 28 કિમી દૂર આવેલો આ અંધારી ધોધ અત્યારે ચોમાસામાં પ્રકૃતિની વચ્ચે સોળેકળાએ ખીલી ઊઠે છે. આ ધોધને માણવો દરેક લોકો માટે એક સાંભરણું બની રહે છે. પહેલા ડુંગરોની વચ્ચે એક ધોધ આવેલો હતો. ડુંગરોના ખોદકામ કરવાથી આ ધોધ બંધ થઈ ગયો હતો. ત્યાર બાદ એક નવા ધોધની શોધ થઈ. અને અંતે આ ધોધ અંધારી ધોધના રૂપમાં પૂરી થઈ. આગામી જન્માષ્ટમીની રજાઓમાં આ ધોધ પર પરિવાર સાથે કુદરતી માહોલ માણવા જેવો છે. આ ધોધ સામાન્ય રીતે સારો વરસાદ થાય ત્યારબાદ પાછળના ડુંગરોમાં આવેલા બે તળાવો છલોછલ ભરાઈ ત્યાર બાદ અંધારી ધોધ એક્ટિવ થાય છે. અહીં પહોચવા ભાવનગરથી વાયા સિદસર, વાળુકડ, જૂનાપાદર અને અંધારિયાવડ રહી દંગાપરા પહોચી શકાય છે. લોકો કુદરતી સૌંદર્ય નિહાળવા માંગતા હોય તો તેમણે આ ધોધની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. જે 30 ફૂટની ઊંચાઈ પરથી પડે છે. આ ધોધની મુલાકાત લેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીં બાળકો માટે રમવાની વિશાળ જ્ગ્યા છે. અહીથી તમે 5 કિમી દૂર આવેલા મલનાથ શિવ મંદિરની મુલાકાત પણ લઈ શકો છો. ભાવનગરથી વાયા સીદસર, વાળુકડ, જૂનાપાદર, અંધારિયાવડ, નાના ખોખરા અને બાદ મોટા ખોખરા ગામ આવે છે. ત્યાં આજુબાજુના લીલાછમ ડુંગરો વચ્ચે આ ધોધ આવેલો છે.અંધારી ધોધ અને અંધારી તળાવ સુધી પહોંચવા વાળુકડથી આગળ જતાં જ રસ્તાની બન્ને બાજુ લહેરાતા ખેતરો અને હરિયાળા ડુંગરો શરૂ થઈ જાય છે.