/connect-gujarat/media/post_banners/39be756519abc1f063d58659f7579b9785d01415ca40dc85aba8466c43c63e8f.webp)
ક્રિસમસ અને નવું વર્ષ આવવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઘણા લોકો આ ન્યુ યરની ખૂબ જ્શંદાર ઉજવણી કરતાં હોય છે. નવા વર્ષના ભાગરૂપે લોકો ફરવા જવાનું અને પાર્ટીઓ કરવાનું પસંદ કરે છે. આજ કાલ સરકાર પણ પ્રવાસન વધારવા માટે ફરેક પ્રવાસન સ્થળને સસ્તું અને સુલભ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટાભાગના લોકો હિલસ્ટેશનની મુલાકાત લેવાનું વધુ પસંદ કરતાં હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ એવા સ્થળો કે જ્યાં તમે ન્યુયર કે ક્રિસમસની ઉજવણી કરી શકો છો.
1. ઔલી : ઉત્તરાખંડમાં આવેલી ઔલી ખૂબ જ સુંદર જ્ગ્યા છે. જે દરિયાની સપાટીથી લગભગ 3000 મીટર ઊંચી છે. આ હિલ સ્ટેશન સ્નોબોડિંગ અને સ્ક્રીંઇંગ માટે જાણીતા છે.
2. ધનોલ્ટી : શિયાળામાં ધનોલ્ટીમાં તમને એક અલગ જ અનુભવ થશે. અહીં કેંપિંગ અને એડવેન્ચર એક્ટિવિટી પણ કરવામાં આવે છે. ક્રિસમસ દરમિયાન અહીની મુલાકાત સુંદર રહેશે.
3. ચૌકોરી : ચૌકોરી હિલ સ્ટેશન ઉત્તરાખંડ માનું જ એક હિલ સ્ટેશન છે. જ્યાં તમે સવારે સૂર્યોદય અને સાંજના સમયે સૂર્યાસ્તનો સુંદર નઝારો જોવા મળશે. આ હિલ સ્ટેશનની ખાસ વાત એ છે કે તે ઓક, રોડોડેંડ્રોન વૃક્ષો, મકાઈનાં ખેતરો અને બગીચાઓથી ભરેલું છે.
4. ખીર્સુ : આ હિલ સ્ટેશન પૌરી ગઢવાલ જીલ્લામાં સમુદ્ર સપાટીથી 1700 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ હિલ સ્ટેશન ઉત્તરાખંડના સૌથી સુંદર હિલ સ્ટેશનનું માનું એક ગણાય છે. આ હિલ સ્ટેશન ઓક અને દેવદારના વૃક્ષોથી ઢંકાયેલું છે. તેથી જ હિમવર્ષા દરમિયાન તે ખૂબ જ સુંદર લાગે છે.