Connect Gujarat
ટ્રાવેલ 

કુદરતી સૌંદર્યથી છલોછલ વાતાવરણમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો બીજે ક્યાય જવાની જરૂર નથી, ગુજરાતનાં આ સ્થળો છે કુદરતનો ખજાનો.....

ગુજરાતમાં ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. જો તમે એડવેન્ચરના શોખીન હોય તો તમારા માટે આ જ્ગ્યા બેસ્ટ છે.

કુદરતી સૌંદર્યથી છલોછલ વાતાવરણમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો બીજે ક્યાય જવાની જરૂર નથી, ગુજરાતનાં આ સ્થળો છે કુદરતનો ખજાનો.....
X

ગુજરાતમાં ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. જો તમે એડવેન્ચરના શોખીન હોય તો તમારા માટે આ જ્ગ્યા બેસ્ટ છે. અહીના જંગલો, અભ્યારણ્યની મજા લેવાની અને પર્વતો ચડીને દર્શન કરવાની મજા જ કઈક અલગ હોય છે. જો તમે એક વાર જશો તો તમને વારંવાર અહી જવાનું મન થશે. તો ચાલો જાણીએ એવ સ્થળો વિષે જે છે કુદરતનો ખજાનો.

તારંગા હિલ સ્ટેશન

અમદાવાદથી માત્ર 40 કિમીના અંતરે આવેલું છે. આ તારંગા હિલ સ્ટેશન. આમદવાદથી વાયા ગાંધીનગર થઈને વિજાપુરથી તમે તારંગ તરફ સરળતાથી જય શકો છો. ભૌગોલિક રીતે તો તારંગા અરવલ્લીની પર્વતમાળાઓનો જ એક ભાગ છે. તારંગ જૈન મંદિરો માટે જાણીતું તીર્થ સ્થાન છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના સિખર પર અનેક સાધુ સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. પહાડી પર 14 દિગંબર અને 5 શ્વેતામ્બર બનાવવામાં આવેલું છે. અહીનું વાતાવરણ ખૂબ જ શાંત અને શુધ્ધ છે અહીં તમને અદ્ભુત આનંદનો અનુભવ થશે. જાણે તમે કુદરતના ખોળામાં આવી ગયા હોય તેવું જ તમને લાગશે. કારક કે અહિયાં ચારો તરફ લીલોતરી જ જોવા મળે છે.

તિરુપતિ ઋષિવન

સાબરકાંઠા જીલ્લામાં આવેલા હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલું તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક બાળકો માટે ખાસ છે. વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલાં દેરોલ ખાતે આવેલું તિરુપતિ ઋષિવન અમદાવાદથી આશરે 75 કિલો મીટરના અંતરે આવેલું છે. આ અમ્યુઝમેન્ટ પાર્ક ગુજરાતનો સૌથી મોટો રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક પણ ગણાય છે. તમે અહીં કપલ એક્ટિવીટી, કિડ્સ એક્ટીવીટી, બેમિંગ ઝોન, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા પણ માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ પણ માણી શકો છો. અહીં તમને તાજમહેલ, એફીલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સહિતની દુનિયાની સાતેય અજાયબીઓની રેપ્લીકા જોવા મળશે.

જાંબુઘોડ઼ામાં ગજબની જમાવટ

અમદાવાદથી આશરે 160 કિલો મીટરના અંતરે આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે 20 કિલોમીટર અને વડોદરાથી આશરે 90 કિલોમીટરનાં અંતરે આવેલું છે. અહીં દૂર દૂરથી લોકો ખાસ ટ્રેકિંગની મજા માણવા માટે આવતા હોય છે. આ ઉપરાંત અહીં એક વન વિભાગનું આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો પણ આવેલાં છે. દિપડો જાંબુઘોડા અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે. આ ઉપરાંત શિયાળ, વરૂ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓ જેવાકે હરણ, નીલગાય, ચારસિંગા કાળિયાર વગેરેનું પણ જાંબુઘોડા અભયારણ્ય આશ્રય સ્થાન ગણાય છે. વિવિધ જાતનાં સાપ, અજગર, મગરમચ્છ જેવા સરીસૃપો પણ અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે. અભયારણ્યમાં આવેલા સાગ, સિસમ, ખેર, મહુડો, વાંસ, બીલી, દુધળો, વગેરેનાં વૃક્ષો ને કારણે પક્ષીઓ પણ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે.

પોળોના જંગલ

સાબરકાંઠા જિલ્લામાં આવેલાં વિજયનગરના પોળોના જંગલો વીક એન્ડ પિકનિક માટે સૌથી હોટ ફેવરીટ ડેસ્ટીનેશન ગણાય છે. આ સ્થળ અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે. વિજયનગરનું પોળોનું સુંદર જંગલ અંદજે 5 કિલો મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. ખાસ કરીને ચોમાસામાં પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે. અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં તમે રોકાણ પણ કરી શકો છો. જેના માટે તમારે એડવાન્સમાં વનવિભાગની મંજૂરી લેવી પડે છે. અહીં પહાડો છે, ગાઢ જંગલ છે, ઝરણાં છે, નદી છે અને સમગ્ર વિસ્તાર અસીમ કુદરતી સૌદર્યથી ભરપુર છે. અહીં શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની મજા પડી જાય છે.

Next Story