Connect Gujarat
ટ્રાવેલ 

સાપુતારા છોડો, તેની નજીકમાં આવેલા આ ધોધ પર જાવ, મજા જ આવી જશે......

સાપુતારા છોડો, તેની નજીકમાં આવેલા આ ધોધ પર જાવ, મજા જ આવી જશે......
X

ચોમાસાના વરસાદી માહોલમાં લોકો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં લોકો વધારે જવાનું પસંદ કરે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે સાપુતારા જેવી જ કુદરતી સૌંદર્યથી ભરપૂર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા શંકર ધોધ અને આસપાસ નો વિસ્તાર છે.

આજે રજાના આ મોસમમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો ધરમપુરના ડુંગરા, ખીણ, વોટરફોલ જોવા સાથે હવે ટ્રેકિંગ કરવા માટે આવા લાગ્યા છે. વોટર ફોલ સાથે હવે ટ્રેકિંગની મજા માણવા માટે લોકો દૂર દૂર થી આવી રહ્યા છે. ડાંગના ગીરા ધોધ બાદ શંકર ધોધ પણ પ્રવાસીઓનું મનપસંદ ડેસ્ટિનેશન બની રહ્યું છે. તો આવો આપ પણ માણો આ અદભુત નજારો.

વલસાડ જિલ્લાના ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક નદી નાળાઓ અને પર્વતોની હારમાળા સાથે વાદળછાયું વરસાદી માહોલ પ્રકૃતિ પ્રેમીઓના મન મોહે છે. ત્યારે આજે આ વરસાદના માહોલમાં આ પહાડી વિસ્તારમાં આવેલા શંકર ધોધમાં હવે લોકો ટ્રેકિંગ કરવા માટે આવી રહ્યા છે. પહાડોથી ઘેરાયેલા શંકર ધોધનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે ધરમપુર નો આશંકર ધોધ આ વિસ્તારના કુદરતી સૌંદર્ય અને આ ધોધની સુંદરતા લોકોના મન મોહી લે છે. આજે વાપી વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા હતા. અહીંના કુદરતી વાતાવરણને માણવા લોકો દૂર દૂરથી અહીં પહોંચ્યા હતા. ત્યારે આ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તારમાં લોકો પરિવાર સાથે પિકનિક મનાવવા અને કુદરતના ખોળે થોડો સમય વિતાવવા પરિવાર સાથે પહોંચ્યા હતા.

લોકો આ મસ્ત મોસમમાં સેલ્ફી લઈ ફોટા પડાવી અને આ વિસ્તારના કુદરતી સૌંદર્યને માણ્યું હતું. સાપુતારા જેવી જ કુદરતી સૌંદર્ય ધરાવતા વલસાડના ધરમપુર અને શંકર ધોધ સહિતના આસપાસનો વિસ્તાર લોકોના મન મોહી લે છે. અહીં આવતા પ્રવાસીઓ શંકર ધોધનો નજારો ઉપરથી જ માણી શકે છે.

જોકે નીચે ખીણમાં જવા માટે ભયજનક ટ્રેકિંગ કરવું પડે છે અને નીચે શંકર ધોધનો અદભુત નજારો માણવા માટે પ્રવાસીઓએ જોખમ ખેડવું પડે છે. જોકે એકવાર શંકર ધોધને નજારો નીચેથી માણ્યા બાદ પ્રવાસીઓને શંકર ધોધનો અસલી રૌદ્ર મિજાજ જોવા મળે છે ત્યારે સરકાર નીચે જવા માટે પગથિયાની વ્યવસ્થા કરે તેવી માંગ પ્રવાસીઓ કરી રહ્યા છે.

Next Story