પત્ની સાથે વિઝા વગર ઘૂમો આ દેશમાં, વિઝા માટે કોઈને પણ કરગરવાની જરૂર નથી.....

વિદેશમાં ફરવા જવુ કોને ના ગમે? ફરવાના શોખીન લોકો ફરવા માટે નવા નવા દેશની શોધ કરતાં જ હોય છે. પરંતુ ફરવા માટે વિઝાની જરૂર પડે છે

New Update
પત્ની સાથે વિઝા વગર ઘૂમો આ દેશમાં, વિઝા માટે કોઈને પણ કરગરવાની જરૂર નથી.....

વિદેશમાં ફરવા જવુ કોને ના ગમે? ફરવાના શોખીન લોકો ફરવા માટે નવા નવા દેશની શોધ કરતાં જ હોય છે. પરંતુ ફરવા માટે વિઝાની જરૂર પડે છે જે આસાનીથી મળતા નથી. પરંતુ હવે જો તમારી પાસે વિઝા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ભારતીય વિઝા પર પણ વિદેશ ફરવા માટે જઇ શકો છો. તો અમે તમને વિશ્વના એવા સુંદર દેશો વિષે જણાવીશું જ્યાં તમે વિઝા વગર જ ફરી શકશો.

1. જમૈકા

જમૈકા એવો બીજો દેશ છે જે ભારતીયોને વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. અહીંના પર્વતો અને દરિયાકિનારા પ્રવાસીઓને આકર્ષે છે. એટલા માટે ઘણા લોકો રજાઓ ગાળવા માટે જમૈકા જાય છે. જો કે, જમૈકા તેની રીટ્રીટ અને પ્રખ્યાત લક્ઝરી પ્રોપર્ટીઝ માટે પણ લોકપ્રિય છ

2. બાર્બાડોસ

આ કેરેબિયન દેશ આઈલેન્ડ ફરવાના શોખીનો માટે ખૂબ જ સારો છે. ભારતીયોને અહીં જવા માટે વિઝાની જરૂર નથી. તમે અહીં 90 દિવસ સુધી વિઝા વગર રહી શકો છો. આ જગ્યા તમને તમારા વ્યસ્ત જીવનમાં થોડી રાહત આપવા માટે પૂરતી છે.

3. ભુતાન

જો તમે વિદેશની ધરતી પર વધુ સમય વિતાવવા માંગતા નથી, તો ભૂટાન જાઓ, તે પણ વિઝા વિના. હા, અહીં તમે વિઝા વિના 14 દિવસ આરામથી વિતાવી શકો છો. તમને જણાવી દઈએ કે ભારતનો પડોશી દેશ હોવા ઉપરાંત, ભૂતાન વિશ્વના સૌથી ખુશ દેશોમાંનો એક છે.

4. ફિજી

ફિજી ભારતીય પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. ઘણા NRI અહીં રહે છે, તેથી દરેક ભારતીય અહીં જઈને ઘર જેવું અનુભવે છે. સૌથી સારી વાત એ છે કે આ દેશ વિઝા ફ્રી છે. તમને અહીં 120 દિવસ વિઝા વગર રહેવાનો મોકો મળશે. સુંદર લેન્ડસ્કેપ્સની સાથે, તમે અહીં કોરલ અને લગૂનનો પણ અનુભવ કરી શકો છો.

5. સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ

તમે આ સુંદર દેશમાં 30 દિવસ સુધી વિઝા વગર રહી શકો છો. જો તમને નૌકાવિહાર ગમે છે, તો સમજી લો કે આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ છે. અહીં ઘણા ખાનગી ટાપુઓ છે, જે તમે રોકાવા માટે બુક પણ કરી શકો છો.

6. સેન્ટ વિન્સેન્ટ અને નેવિસ

જો તમે કોઈ પણ દેશમાં 90 દિવસથી વધુ રહેવા માંગતા નથી, તો સેન્ટ કિટ્સ અને નેવિસ એક સારી જગ્યા છે. અહીં તમે વિઝા વગર 90 દિવસ સુધી ટેન્શન ફ્રી રહી શકો છો. અહીં દુનિયાના સૌથી સુંદર બીચ છે, જ્યાં તમને શાંતિની થોડી ક્ષણો વિતાવવાનો મોકો મળશે. આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણે છે. ભાગ્યે જ કોઈ પ્રવાસી અહીં રજાઓ ગાળવા આવે છે. પરંતુ આ સ્થાન ખરેખર એક ઓફબીટ અનુભવ આપે છે.

Latest Stories