Connect Gujarat
ટ્રાવેલ 

સિંગાપુર અને મલેશિયા ફરવા જવા માંગો છો? તો ઓછા બજેટમાં ટ્રીપ એંજોય કરો આ સ્પેશિયલ પેકેજ સાથે ....

સિંગાપૂર અને મલેશિયા ફરવા જવું કોને ના ગમે.. જો આપ ઓછા બજેટમાં સીંગાપુર અને મલેશિયાની ટ્રીપ કરવા માંગો છો તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે.

સિંગાપુર અને મલેશિયા ફરવા જવા માંગો છો? તો ઓછા બજેટમાં ટ્રીપ એંજોય કરો આ સ્પેશિયલ પેકેજ સાથે ....
X

સિંગાપૂર અને મલેશિયા ફરવા જવું કોને ના ગમે.. જો આપ ઓછા બજેટમાં સીંગાપુર અને મલેશિયાની ટ્રીપ કરવા માંગો છો તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. ક્રિસમસની રજાઓમાં શિંગાપુર અને મલેશિયા જવાનો પ્લાન બનાવી લો. આ યાત્રા ઉત્તર પ્રદેશના લખનૌથી શરૂ થશે. આમાં તમે લખનૌથી દિલ્હી અને પછી દિલ્હીથી કુઆલાલપુર જઇ શકો છો. આ પેકેજમાં તમને કુઆલાલપુર અને સિંગાપુરના ઘણા પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજમાં તમામ મુસાફરોને મુસાફરી વિમાનો લાભ મળશે. આ પેકેજ કુલ 7 દિવસ અને 6 રાત માટે છે. આમાં તમને દરેક જગ્યાએ રહેવા માટે એસી હોટલની સુવિધા મળશે. પ્રવાસીઓની સુરક્ષા માટે તમને અંગ્રેજી બોલનાર ગાઈડ પણ મળશે. દરરોજ તમને નાસ્તો, લંચ, અને ડિનરની સુવિધા પણ મળશે. જો તમે એકલા જાવ છો તો 1,66,100 રૂપિયા ચૂકવવા પડશે. 2 લોકો માટે 1,41,000 રૂપિયા અને 3 લોકો માટે 1,41,100 રૂપિયા પ્રતિ વ્યકતી હશે.

Next Story