/connect-gujarat/media/media_files/My2a0pn7HANjsWrZWbTn.png)
આગામી તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા બે સ્પેશિયલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. રક્ષાબંધન આ વર્ષે19મી ઓગસ્ટે આવે છે.
આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી જયપુર અને અમદાવાદ સુધી ચાલશે, આબંનેટ્રેનનડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
બાંદ્રા-અમદાવાદ સ્પેશિયલ નામની ટ્રેન નંબર09053 14મી ઓગસ્ટે રાત્રે9:30 કલાકે બાન્દ્રા ટર્મિનસથી ઉપડશે. સવારે1:38 વાગ્યે સુરત સ્ટેશન અને5:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર09054, અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ, 15મી ઓગસ્ટે સવારે8:45 વાગ્યે અમદાવાદથી ઉપડશે, બપોરે1:25 વાગ્યે સુરત પહોંચશે, અને સાંજે5:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન પોતાની યાત્રા દરમિયાન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ સહિતના સ્ટેશન પર રોકાશે.
બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ નામની ટ્રેન નંબર09037 15મી ઓગસ્ટે બાન્દ્રા ટર્મિનસથી રાત્રે9:40 કલાકે ઉપડીને1:45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન બીજા દિવસે સાંજે4:00 કલાકે જયપુર પહોંચશે. પરત ફરતી વખતે જયપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન નં.09038 જયપુરથી16મી ઓગસ્ટે સાંજે7:00 કલાકે જયપુરથી ઉપડશે, બીજા દિવસે સવારે8:35 વાગ્યે સુરત પહોંચશે અને અંતે બપોરે1:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, કોટા અને સવાઇ માધોપુર સ્ટેશનો પર રોકાશે.