Connect Gujarat
ગુજરાત

ઝઘડીયા GIDCની કંપનીનાં બે સુરક્ષાકર્મી બે બંદૂક તથા ૧૪ કારતૂસ સાથે ઝડપાયા

ઝઘડીયા GIDCની કંપનીનાં બે સુરક્ષાકર્મી બે બંદૂક તથા ૧૪ કારતૂસ સાથે ઝડપાયા
X

વર્તમાન એક્રેલીક કંપનીનાં બંને સુરક્ષાકર્મી પાસે ઉતરપ્રદેશના કલેક્ટરનો પરવાનો પરંતુ ભરૂચ જિલ્લાના કલેક્ટરનો પરવાનો લીધો ન હતો.

ઝઘડીયા GIDCમાં હજારોની સંખ્યામાં રોજગારી માટે

પરપ્રાંતીયો આવે છે. આવા પરપ્રાંતીયોને કામગીરી માટે કોન્ટ્રાકટરો તેમને રાખતા હોય

છે. પરંતુ તેવા પરપ્રાંતીયોની ઓળખ આઇડેન્ટીફિકેશન રાખવું પણ જરૂરી છે.

ઝઘડીયા GIDC

માં આવેલી વધઁમાન એક્રેલીક કંપનીમાં

ફરજ બજાવતા બે હથિયારધારી સુરક્ષાકર્મીની બે બંદૂક તથા ૧૪ કારતૂસ સાથે વડોદરા

આર.આલ.સેલ દ્વારા કબ્જે કરી બંને સુરક્ષાકર્મી વિજેન્દ્ર બલેશ્વર રાય મૂળ રહેવાસી

રાજાપુર સીમડી બકસર અલ્હાબાદ બિહાર હાલ રહે. દધેડા તા.ઝઘડીયા)ની પાસે બાર બોરની

ડબલ બેરલની બંદૂક તથા ૮ કારતૂસ મળી આવ્યા હતા. તેની પાસે અલ્હાબાદ બિહાર

જિલ્લાનાં કલેક્ટરનો પરવાનો પણ મળ્યો છે. જ્યારે અન્ય સુરક્ષાકર્મી સુરેશ ભારતસિંહ યાદવ

(મૂળ રહેવાસી ટુડની પેરાશાપુર મૈનપુરી ઉતરપ્રદેશ પાસે બાર બોરની સિંગલ બંદૂક અને ૬ નંગ કારતૂસ મળી આવ્યા

હતા અને તેની પાસે પણ મૈનપુરી કલેક્ટરનો પરવાનો છે.આ બંન્નેવે ભરૂચ જિલ્લા કલેક્ટર

કચેરીએથી બંદૂક નો પરવાનો મેળવ્યા ન હતા.જેથી વડોદરા આર.આર સેલ એ બંને સુરક્ષાકર્મીઓના

હથિયાર જપ્ત કરી તેમની અટકાયત કરી બંન્નેવ વિરુદ્ધ ઝઘડીયા પોલીસ સ્ટેશને ફરીયાદ

નોધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Next Story