/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asdad-2.jpg)
- ભરૂચની સુમૈયા શેઠે બ્રોન્સ્ટોન પાર્ક& રોવલી ફિલ્ડ્સ વોર્ડમાં ઝંપલાવ્યુ
- કન્ઝર્વેટીવ પાર્ટીના મૂળ ભારતીય હનીફ અસમાલ લેસ્ટર શાયરના ચેરમેન પદે છે.
- પંજાબની મહિલા સંદીપ વર્મા લેસ્ટર સિટીમાં મેયર તરીકે ચૂંટણી લડી રહ્યા છે
યુનાઈટેડ કિંગ્ડમમાં(યુ.કે.) સ્થાયી થયેલા લોકો રાજકીય ક્ષેત્રે મજલ કાપી રહ્યા છે.કાઉન્સીલની ચૂંટણીમાં બ્રોન્સ્ટોન પાર્ક & રોવલી ફિલ્ડ્સ વોર્ડમાં સુમૈયા શેઠે ઝંપલાવતા ચૂંટણી રોમાંચક બનવા પામી છે.પંજાબની મહિલા સંદીપ વર્મા લેસ્ટર સિટીમાં મેયર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.રોજી રોટી અર્થે ભારતીય ઉપખંડના લાખો લોકો યુ.કે ખાતે સ્થાયી થયા છે.એમાંયે સામાજિક સંસ્થાઓ થકી મૂળ ભારતીયો સારું એવુ સરાહનીય કાર્ય કરી રહ્યા છે.હાલમાં લેસ્ટર સિટીમાં કાઉન્સીલની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે.ભરૂચ જિલ્લાના કેટલાક લોકોએ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.મૂળ કંથારીયાના સબૂરી ફેમેલીની દીકરી સુમૈયા શેઠે એબ્રોન્સ્ટોન પાર્ક & રોવલી ફિલ્ડ્સ વોર્ડમાં કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે.જેને પગલે ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ સાથે સુમૈયા શેઠને જીતાડવા રાતદિવસ એક કરી રહ્યા છે. સુમૈયા શેઠે એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાગરાના ચાંચવેલ ગામના હનીફ અસમાલે પણ કન્ઝર્વેટિવ પાર્ટીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. છેલ્લા ૨૫-૩૦ વર્ષમાં પોલિટિક્સમાં સક્રિય હોવાને કારણે પાર્ટીએ તેમને લેસ્ટર શાયરના ચેરમેનનો હોદ્દો આપ્યો છે.હાલ તેઓ કાઉન્સીલની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારોને જીતાડવા મચી પડયા છે.
અત્રે નોંધનીય છે કે લેસ્ટર સિટીમાં મેયર તરીકે મૂળ પંજાબની મહિલા સંદીપ વર્મા ચૂંટણી લડી રહ્યા છે,જે ભારતીયો માટે ગૌરવની વાત છે.