અમેરિકા : કેલિફોર્નિયાના જંગલોમાં લાગી ભીષણ આગ, 8 હજાર લોકોનું કરાયું સ્થળાંતર

New Update
અમેરિકા : કેલિફોર્નિયાના જંગલોમાં લાગી ભીષણ આગ, 8 હજાર લોકોનું કરાયું સ્થળાંતર

અમેરિકામાં કેલિફોર્નિયાના અંદાજે 12 હજાર એકરથી વધુ જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ છે. જેમાં વધુ પડતી ગરમીના કારણે આગ લાગી હોવાનું તારણ બહાર આવ્યું છે. કેલિફોર્નિયાના સ્થાનિકો આવી આગ લાગવાની ઘટનાને એપલ ફાયર તરીકે પણ ઓળખે છે. જોકે ગત શુક્રવારના રોજ નાની જ્વાળાઓના રૂપમાં આગ લાગવાની શરૂઆત ચેરી ખીણથી થઇ હતી. જે લોસ એન્જેલ્સથી અંદાજે 100 કિ.મી. જેટલા અંતરે દૂર છે.

કેલિફોર્નિયા વન વિભાગના જણાવ્યા અનુસાર, ગત જુલાઇ માસમાં આગના 5 હજારથી વધુ બનાવો બન્યા હતા. જેમાં આગના 5,292 બનાવ બનતા અંદાજે 78 હજાર એકર જંગલ રાખ થઈ ચૂક્યું હતું, ત્યારે હવે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગને રિવરસાઇડ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે લોસ એન્જેલ્સ સુધી પણ પહોંચવાની ભીતિ વ્યક્ત કરી છે. જોકે ભીષણ આગની ઘટના દરમિયાન અહીના વિસ્તારમાં આવેલ 2,586 ઘરમાં રહેતા 8 હજારથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, ત્યારે આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયરકર્મીઓને દિવસ-રાત કાર્યરત કરાયા છે. ઉપરાંત 1,700 જેટલા ફાયરકર્મીઓને સંવેદનશીલ વિસ્તારોમાં પણ તહેનાત કરવામાં આવ્યા છે.

Latest Stories