Connect Gujarat
Featured

યુએસની પહેલી કંપની એપલનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોચ્યું

યુએસની પહેલી કંપની એપલનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોચ્યું
X

દિગ્ગજ ટેક કંપની એપલનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચી ગયું છે. આ સિદ્ધિ મેળવનાર તે અમેરિકાની પ્રથમ કંપની છે. કંપનીએ બે વર્ષ પહેલા જ 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ હાસિલ કરી હતી. નેસડેક પર બુધવારે સવારે કારોબાર દરમિયાન એપલના શેર 467.77 ડોલર પર પહોંચી ગયા અને તેની સાથે કંપનીનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચી ગયું છે. આઈફોન બનાવનાર આ કંપની 12 ડિસેમ્બર 1980ના પબ્લિક થઈ હતી અને ત્યારબાદથી કંપનીના શેરમાં 76,000 ટકાનો વધારો થયો છે.

એપલની સ્થાપના દિવંગત સ્ટીવ જોબ્સે 1976મા પર્સનલ કમ્પ્યૂટરના વેચાણ માટે કરી હતી અને હવે તેણે 2 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ હાસિલ કરી લીધું છે. આ રકમ અમેરિકામાં પાછલા વર્ષના કર સંગ્રહની અડધી રકમથી થોડી વધારે છે. એપલે 2 વર્ષ પહેલા 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ હાસિલ કરી હતી. યૂએસ સ્ટીલે 1901મા 1 બિલિયન ડોલરનું માર્કેટ કેપ હાસિલ કર્યું હતું.

વિશ્વની વાત કરીએ તો એપલ 2 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ હાસિલ કરનારી પ્રથમ કંપની નથી. સાઉદી અરામકોએ પાછલા વર્ષે સ્ટોક માર્કેટમાં આવતા આ મુકામ પર પહોંચી ગઈ હતી.

Next Story