Connect Gujarat
Featured

વડોદરા : તબીબ પરિવારના ઘરમાંથી 3.20 લાખના ચાંદીના વાસણોની ચોરી, વાંચો કોની પર છે શંકાની સોય

વડોદરા : તબીબ પરિવારના ઘરમાંથી 3.20 લાખના ચાંદીના વાસણોની ચોરી, વાંચો કોની પર છે શંકાની સોય
X

વડોદરામાં રહેતાં તબીબના પરિવારના મકાનમાંથી 3.20 લાખ રૂપિયાની કિમંતના ચાંદીના વાસણોની ચોરી થઇ છે. ચોરીમાં ઘરના નોકર પર શંકા વ્યકત કરી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ સુત્રિય માહિતી અનુસાર શહેરના સેવાસી વિસ્તારમાં આવેલાં ઇશાવાસ્યમ બંગલોમાં ડો. બિપીનચંદ્ર શાહ પરિવાર સાથે રહે છે. તેઓના બંગલામાં પંચમહાલના ભેંસાલ ગામનાન જશવંતસિંહ પગી છેલ્લા અઢી વર્ષથી નોકરી કરે છે અને તેઓ બંગલાના સર્વન્ટ ક્વાટર્સમાં રહે છે. તા. 9 ફેબ્રુઆરીના રોજ ડોક્ટરના સાસુ કુસુમબહેન પરીખનો જન્મદિવસ હોવાથી તબબી પરિવાર નોકરને ઘર સોંપી સાસુના ઘરે ગયાં હતાં. તેમની સાથે નોકરની પત્ની પણ ગઇ હતી જયારે જશવંત ઘરે જ રહયો હતો.

હોળી રસિયાના તહેવાર નિમિત્તે તબીબ પરિવારે ચાંદીના વાસણો કાઢવા માટે બેડરૂમના કબાટની ઉપર મુકેલી બેગ નીચે ઉતારી હતી પણ બેગમાંથી ચાંદીના વાસણો ગાયબ જણાયા હતાં. પરિવારના સભ્યોએ નોકર જશવંતની પુછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાનો ઇન્કાર કર્યો હતો પણ તેમને નોકર પર શંકા હોવાથી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Next Story