Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ મારામારીના ગુનામાં સંડોવાયેલો શખ્સ શહેર ક્રાઈમ બ્રાન્ચનાં હાથે ઝડપાયો

વડોદરાઃ મારામારીના ગુનામાં સંડોવાયેલો શખ્સ શહેર ક્રાઈમ બ્રાન્ચનાં હાથે ઝડપાયો
X

વર્ષ 2003-04 માં હત્યાના ગુનામાં આઠ વર્ષની સજા કાપીને બાદમાં નિર્દોષ છૂટ્યો હતો.

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રાયોટીંગ તેમજ મારામારીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા અઢી વરસથી નાસતો ફરતો દીલીપ કેરીની ગેંગ સાથે સંકળાયેલ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી તેમજ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ અંગે સતત બાતમીદારો તેમજ ટેકનીસોર્સ આધારે તપાસમા હતા. દરમ્યાન ગઈ કાલ તારીખ 9 ડિસેમ્બરનાં રોજ રાત્રિ પેટ્રોલીંગ વેળા મળેલી માહીતીના આધારે નવાયાર્ડ આશાપુરી વિસ્તારમાંથી સંતોષ રામઅવતાર યાદવને પકડી પાડી તેની પુછપરછ કરી હતી. તપાસ દરમ્યાનવર્ષ 2016 માં સરદારનગર વિસ્તારમાં દીલીપ કેરી તથા તેના માણસો તેમજ કચા નામના ઇસમ વચ્ચે મારામારી થતા તેની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો.

આ ગુનામાં નાસતો ફરતો હોવાનું હોવાનીમાં જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને આગળની તપાસ માટે ફતેગંજ પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી છે. આ પકડાયેલો શખ્સ અગાઉ દીલીપ કેરીની ગેંગમાં રહેતો હોય સને 2003-04 માં ગુલબહાર પઠાણ નામના ઇસમની હત્યા થતાં તે કેસમાં આ દીલીપ કેરી તેમજ અન્ય સાગરીતો સાથે આ પકડાયેલ ઇસમ પકડાઇ જતા તે ખુન કેસમા આજીવન કેદની સજા થયેલ હતી. આઠ વરસ જેટલો સમય જેલમાં રહ્યા બાદ હાઇકોર્ટમાંથી નિર્દોષ છુટી ગયો હતો.

Next Story