વડોદરાઃ ક્રાઈમ બ્રાંચે 8,54,430ના વિદેશીદારૂના મુદ્દામાલ સાથે ચારની કરી અટકાયત

New Update
વડોદરાઃ ક્રાઈમ બ્રાંચે 8,54,430ના વિદેશીદારૂના મુદ્દામાલ સાથે ચારની કરી અટકાયત

પોલીસે ફોર વ્હીલ, ઓટો રિકશા અને 384 નંગ વિદેશીદારૂની બોટલો કબ્જે લીધી

વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે નાગરવાડાના બૂટલેગર પાસેથી વિદેશીદારૂની 384 નંગ બોટલની 1,95,360 સાથે કાર, ઓટો રીકશા, મોબાઈલ, રોકડ મળી કુલે 8,54,430નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ દારૂ ખરીદવા માટે આવેલા ચાર શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.publive-imageપ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ખાસવાડી સ્મશાન પાસે બપોરના સમયે પેટ્રોલિંગમાં હતાં. દરમિયાન મળેલ બાતમીના આધારે છાપો મારતા પોલીસને અક ફોર વ્હીલ ગાડી અને અને રિકશામાં કેટલાક ઈસમો વિદેશીદારૂની હેરાફેરી કરી રહેલ જણાતા તેમની અટકાયત કરી પૂછતાછ હાથ ધરતાં પકડાયેલ ઈસમોએ પેતાનું નામ સાજીદ રહીમખાન પઠાણ રહે, ફતેગંજ વડોદરા, ધર્મેશ રમણ પરમાર રહે. જુના સ્લમ કવોર્ટર, નવી ધરતી ગોલવાડ, વડોદરા. હિતેશ રમેશભાઈ પરમાર રહે. બાપોદ, વાઘોડિયા રોડ, વડોદરા અને સંજય તુલસીદાસ પટણી રહે. રાવપુરા વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મારૂતી બલેનો કાર નંબર GJ-35, B-6900 ની તલાસી લેતાં તેમાંથી ઈંગ્લીશદારૂની 360 નંગ બોટલ અને ઓટો રિકશા નંબર GJ-6 AY 3808 ની તલાશી દરમિયાન વિદેશીદારૂની અલગ અલગ બ્રાંડની 24 નંગ બોટલ મળી કુલ 384 નંગ વિદેશીદારૂ કિંમત રૂપિયા 1,95,360 નો કબ્જે કર્યો હતો. પોલીસે રીકશા, ફોર વ્હીલ ગાડી, મોબાઈલ નંગ 4 તેમજ ઝડપાયેલા આરોપીઓની અંગ ઝડતીમાંથી રૂપિયી 2570 મળી કુલ 854430 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ માટે ઝડપાયેલ આરોપીને કારેલીબાગ પોલીસ સ્ટેશનના હવાલે કર્યા હતાં.

Latest Stories