Connect Gujarat
Featured

વડોદરા : નાની બાળકીને ઝેર પીવડાવતાં પણ હાથ ન કાંપ્યા, જુઓ કાળજા કંપાવનારી ઘટના

વડોદરા : નાની બાળકીને ઝેર પીવડાવતાં પણ હાથ ન કાંપ્યા, જુઓ કાળજા કંપાવનારી ઘટના
X

અમદાવાદની આયશાના આપઘાત બાદ વધુ એક આપઘાતની ઘટનાએ લોકોના કાળજા કંપાવી દીધાં છે. વડોદરાના સમા વિસ્તારમાં રહેતાં સોની પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં ત્રણ લોકોના મોત થઇ ચુકયાં છે જયારે અન્ય ત્રણ સારવાર હેઠળ છે. નાની ફુલ જેવી માસુમ બાળકીને સોફટડ્રીંકસમાં ઝેરી દવા પીવડાવતાં માવતરના હાથ પણ કાંપ્યાં ન હતાં. માસુમના બાળકીના પિતાની બાજુમાં પડેલા મૃતદેહે કાળજા કંપાવી દીધાં છે.

વડોદરા શહેરના સ્વાતિ સોસાસટીમાં રહેતા સોની પરિવારના નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિતના 6 લોકોએ જંતુનાશક દવા પી લીધી હતી. જેમાં એક બાળકી તેના પિતા મળીને 3 લોકોના મોત થયા છે.સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના મકાનમાં રહેતા આખા પરિવારે જંતુનાશક દવા ગટગટાવી મોતને વ્હાલું કરવા પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તારણમાં પરિવારજનોએ આર્થિક તંગીના કારણે આત્મઘાતી પગલુંભર્યું હોવાનું સામે આવ્યું છે. મકાનમાં તલાશી દરમિયાન ઝેરી દવાની બે તથા સોફટડ્રિંકસની બે બોટલ મળી આવી છે. પોતાના માસુમ બાળકોને સોફટડ્રીંકસમાં ઝેરી દવા પીવડાવ્યાં બાદ પરિવારના મોટા લોકોએ ઝેરી દવા પીધી હોવાનું અનુમાન લગાવાય રહયું છે. હાલ તો સમા પોલીસ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.

Next Story