Connect Gujarat
આરોગ્ય 

વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં આઈ લાઈક ફિટનેસનો આરંભ

વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં આઈ લાઈક ફિટનેસનો આરંભ
X

મહિલાઓને યોગ, જિમ્નેસ્ટિક અને કરાટેની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશ

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આઈ લાઈક ફિટનેસનું બુધવારને 29 જાન્યુઆરીના રોજ બપોરના 3 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે શહેરનું ગૌરવ અને ઇન્ટરનેશનલ ફોર્મ્યુલા 4 વિજેતા પ્રથમ મહિલા રેસર મીરા એરડા અને છેલ્લા 27 વર્ષમાં પહેલીવાર એક ભારતીય અને એશિયન દ્વારા જીતવામાં આવેલો ખિતાબ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019ના વિજેતા આયુષી ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.

જે વિશે માહિતી આપતા શહેરના કલાલી વિસ્તારમાં રહેતા અને આઈ લાઈક ફિટનેસ જીમના મલિક ચારૂ સિક્કાએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા મને વિચાર આવ્યો હતો કે લોકો ફક્ત મહિલા સશક્તિકરણની વાતો જ કરે છે. વાતો કરનારા લોકો 1થી 7 દિવસ સુધીના મહિલાઓ માટે તાલીમ કેન્દ્રો રાખે છે અને ત્યાર બાદ મહિલાઓ તેમના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઇ જાય છે. મહિલાઓ ઘરના દરેક સભ્યનું ધ્યાન રાખે છે પણ પોતાનું ધ્યાન રાખવામાં નિષ્ફળ નીવડે છે. મહિલાઓ પોતાનું ધ્યાન રાખવા માટે સક્ષમ થાય તે માટે મને વિચાર આવ્યો કે મારે મહિલાઓ માટે કંઈક ખાસ કરવું છે.

તે વિચાર પર કામ કરતા છેલ્લા 10 વર્ષથી પર્શનલ ટ્રેનિંગ આપતા જીમ ટ્રેનર કેદાર ચૌધરીનો સંપર્ક કર્યો અને તેમની સાથે મળીને કારેલીબાગ વિસ્તારમાં જીમની સ્થાપના કરી. જે જીમમાં સભ્ય બનનારી મહિલાઓને યોગ, જિમ્નેસ્ટિક અને કરાટેની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. આ સાથે પર્શનલ જીમ ટ્રેનર અને ન્યુટ્રીશનિસ્ટ એવા કેદાર ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાઓ ફક્ત દિવસનો એક કલાક રાબેતા મુજબ આપે તો તેઓ ચુસ્ત અને તંદુરસ્ત રહેશે. હાલના સમયમાં લોકો ફાસ્ટફૂડ વધારે ખાય છે અને તેની સામે કસરત ઓછી કરે છે. જેના કારણે તેમના શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે અને તેઓના શરીરમાં રોગ ઘર કરી જાય છે.

જીમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ઇન્ટરનેશનલ ફોર્મ્યુલા 4 વિજેતા પ્રથમ મહિલા રેસર મીરા એરડા અને છેલ્લા 27 વર્ષમાં પહેલીવાર એક ભારતીય અને એશિયન દ્વારા જીતવામાં આવેલો ખિતાબ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019ના વિજેતા આયુષી ધોળકિયાએ જણાવ્યું હતું કે મહિલા કોઈપણ ક્ષેત્રમાં હોય તેને પોતાના શરીરનું ધ્યાન અચૂક રાખવું જોઈએ. મહિલા જેટલી શારીરિક રીતે મજબૂત હશે તેટલી જ તે અસામાજિક તત્વો સામે લડત આપી શકશે. મહિલાઓએ પુરુષનો આસરો ના લેતા જાતે જ પોતાના જીવનમાં આવતી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો જોઈએ.

Next Story