આ મેગા લોન મેલા કેમ્પમાં 100 જેટલાં ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને ખૂબ જલ્દીથી લોન મળી રહે તે માટે નવી પહેલ કરી છે. જે અંતર્ગત એમએસએમઈ ઉદ્યોગ સાહસિકો માટે બેન્ક ઓફ બરોજા દ્વારા મેગા લોન મેલાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેન્ક ઓફ બરોડા એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ઊભી કરવામાં આવેલી બેન્ક છે. જે હંમેશાં લોકોનાં વિકાસ કાર્યોમાં મહત્વની ભૂમિકા અદા કરતી આવી છે. ત્યારે વર્તમાન સમયમાં એમએસ એમઈ ઉદ્યોગ સાહસિકોને સરળતાથી લોન મળી રહે તે માટે ખાસ પહેલ કરવામાં આવી રહી છે. નાના-મધ્યમ ઉદ્યોગકારો સરળતાથી લસોન લઈ શકે તે હેતુ સાથે યોજાયેલા મેગા લોન મેલામાં 10 લાખથી વધુ અને એક કરોડ સુધીની તત્કાલ લોનનાં લક્ષ્યમાં એક કદમ હટકે ભર્યું હતું.
આ પ્રસંગે બેન્ક ઓફ બરોડાનાં ક્ષેત્રિય પ્રમુખ, વડોદરા સીટી રિજનલ ઓફિસર સહિત અનેક અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા લોન મેલા કેમ્પમાં 100 કરતાં વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તત્કાલ લોન એપ્લિકેશન કરવામાં આવતાં ત્રણ પ્રતિનિધિઓને લોન સેન્કશન લેટર પણ આપવામાં આવ્યા હતા.