Connect Gujarat
Featured

વડોદરા : કલમ-144ના જાહેરનામાના ભંગની 8 થી વધુ ફરિયાદો નોંધાય

વડોદરા : કલમ-144ના જાહેરનામાના ભંગની 8 થી વધુ ફરિયાદો નોંધાય
X

વડોદરામાં કલમ- 144ના જાહેરનામાના ભંગની આઠથી વધુ ફરિયાદો નોંધાય છે. શહેરમાં ટહેલવા નીકળેલા બાઇક ચાલકોને ઝડપી પાડી પોલીસે ઉઠક બેઠક કરાવી હતી જયારે મુસાફરોનું વહન કરવા બદલ 35 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે.

રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેને પગલે વડોદરા શહેરમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. શહેરના નવા બજારમાં દુકાનો ખોલીને બેઠેલા 3 વેપારીઓને પોલીસે ફટકાર્યા હતા અને દુકાનો બંધ કરાવી હતી. શહેરની તમામ ચેકપોસ્ટ અને ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા છે. અને જીવન જરૂરીયાત અને ઇમર્જન્સી સેવા સિવાય બહાર નીકળતા લોકોના વાહનો જપ્ત કરી દંડ પણ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે. વડોદરા જિલ્લામાં જાહેરનામા ભંગની 8 ફરિયાદો નોંધાઇ છે.

બીજી તરફ અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર બાઇક લઇને નીકળેલા 3 યુવાનો પોલીસે ઉઠક બેઠક કરાવી હતી. પાણીગેટ ટાંકી 3 રસ્તા પાસે વિવિધ બહાના હેઠળ નીકળેલા લોકોના વાહનો ડિટેઇન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.લોકોએ પોતાની સોસાયટીઓના ગેટ બંધ કરી કરી દીધાં છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 6 પોઝીટીવ કેસ નોંધાયાં છે. લોકડાઉન દરમિયાન મુસાફરોની હેરાફેરી કરતા 35 વાહનો પોલીસે જપ્ત કર્યાં છે. આમ લોકડાઉન દરમિયાન સંસ્કારી નગરી વડોદરામાં જનજીવન ઠપ થઇ ગયું છે.

Next Story