વડોદરા: નવરચના સમા સ્કૂલના વિદ્યાર્થી નિસર્ગે JEE મેઇન્સમાં કર્યું ટોપ

0

જે.ઇ.ઈ.ની પરીક્ષામાં 100 પરસનટાઇલ માર્કસ સાથે ગુજરાતમાં ટોચ પર રહેનાર નિસર્ગ ચઢ્ઢા નવરચના સમા સ્કૂલનો આશાવાદી વિદ્યાર્થી છે.

નિસર્ગ હંમેશાં કેન્દ્રિત અને નિશ્ચિત વિદ્યાર્થી રહ્યો છે. એક ઓલ રાઉન્ડર અને આતુર ક્વિઝર, નિસર્ગે એ તમામ પ્રવૃત્તિઓનો પૂરો લાભ લીધો છે જે નવરચના તેના વિદ્યાર્થીઓને આપે છે અને બહુવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ છે. તે કેવીપીવાય અને એનટીએસઇ વિદ્વાન પણ છે.

નવરચના સ્કૂલ ના ચેરપર્સન શ્રીમતી તેજલ અમીને જણાવ્યું હતું કે, નવરચના સ્કૂલને નિસર્ગ પર ગર્વ છે અને સ્કૂલ તેને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. નવરચના  સ્કૂલ હંમેશા થી વિદ્યાર્થીઓને ગુણવત્તાભર્યું શિક્ષણ આપવા માટે પ્રયત્નશીલ રહે છે.જેનું આ પરિણામ છે કે શાળાના વિદ્યાર્થી ઓ વિવિધ ક્ષેત્રે નામના મેળવી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here