Connect Gujarat
ગુજરાત

વડોદરા: વુડાના આવાસોમાંથી લોખંડના ગેટની ચોરીનો ભેદ ઉકેલાયો

વડોદરા: વુડાના આવાસોમાંથી લોખંડના ગેટની ચોરીનો ભેદ ઉકેલાયો
X

બે આરોપીને વારસિયા પોલીસની સર્વેલન્સ સ્કોર્ડે ઝડપી પાડયા, મુદ્દામાલ કબ્જે લીધો.

વડોદરાના કિશનવાડી સ્થિત વુંડાના આવાસોમાંથી લોખંડના ગેટની ચોરીના આરોપીને વારશિયા પોલીસ મથકની સર્વેલન્સ સ્કોર્ડની ટીમે ઝડપી પાડતા વારસિયા પલીસ સ્ટેશનમાં ગેટની ચોરી અંગેની નોંધાયેલી ફરિયાદન ભેદ ઉકેલાઈ કાઢયો છે.

વડોદરા શહેરના વારશિયા પોલીસની હદમાં વુંડાના આવાસો આવેલા છે. વુંડાના આવાસોમાંથી થોડા સમય પહેલા લોખંડના ગેટની ચોરી થઈ હતી. ચોરી અંગે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદન આધારે વારશિયા પોલીસ મથકની સર્વેલન્સ સ્કોર્ડની ટીમે તપાસ હાથ ધરતા લોખંડના ગેટના ચોરીના બે આરોપી વિજય ઉર્ફે બળેલો તેમજ ઈશ્વર રતનસિંહ ઠાકોરને ઝડપી પાડયા હતાં. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story