વડોદરા : શાળામાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં એક વિદ્યાર્થીને ઈજા

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

New Update

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ગુરુકુળ ચાર રસ્તા પાસે શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. વિદ્યાર્થીઓ અહીં નીચે પાર્ક કરેલી સાયકલ લેવા આવ્યા હતા, ત્યારે રીસેસ દરમિયાન આ ઘટના બની હતી. અચાનક જ પહેલા માળે વર્ગ-8ની દીવાલનો ભાગ ધરાશાયી થયો હતો, અને વર્ગખંડનું ફ્લોરિંગ ધરાશાયી થતાં બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી.

આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્કૂલ પર વાલીઓનો ઘસારો જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના બાળકોને લેવા દોડી આવ્યા હતા. આ સાથે જ ફાયર બ્રિગેડની ટી, તબીબો અને પોલીસ કાફલો પણ સ્કૂલ ખાતે ધસી આવ્યો હતો. મહત્વનું છે કેઆ ઘટના બાબતે પાડોશીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, આ શાળા 14 કે, 15 વર્ષ જેટલી આ સ્કૂલ જૂની છે. અહીં બે પાળી ચાલે છે. શાળામાંથી અગાઉ પણ છતના પોપડા પડ્યા હતા. જે અંગે પાડોશીએ તે લોકોને શાળા સંચાલકોને જાણ પણ કરી હતી. પરંતુ તેમની વાત ધ્યાનમાં લેવામાં ન આવતા આજે આ પરિસ્થતિ સર્જાય હતી.

#Gujarat #CGNews #Vadodara #injured #Student #collapsed #school #wall
Here are a few more articles:
Read the Next Article