વડોદરાશહેરમાં પૂર પ્રકોપ સરકાર સર્જિત હોવાનો કોંગ્રેસના MLA અમિત ચાવડાનો આક્ષેપ

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરની સ્થિતિ ખુબજ દયનિય બની છે,ત્યારે  કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી

New Update

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરની સ્થિતિ ખુબજ દયનિય બની છે,ત્યારે  કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી,અને રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા.

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડા પુરે સમગ્ર શહેરને બાનમાં લીધું હતું.પૂર બાદ શહેરમાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે હવે કોંગ્રેસ પૂર પીડિતોની વ્હારે આવ્યા છે.કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વડોદરામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં તેઓએ પૂર માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી.તેમજ વડોદરામાં વરસાદી કાંસ તેમજ અન્ય જગ્યા પરના કુદરતી સ્ત્રોતો પરના દબાણોને કારણે શહેરવાસીઓ પૂરનો ભોગ બન્યા હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા.વધુમાં તેઓએ ભાજપના નેતાનો બંગલો પણ ગેરકાયદેસર હોવાના આક્ષેપ કરીને અગોરા મોલ તેમજ બાલાજી,દર્શનમ જેવી સાઈટો પણ મોટું દબાણ કર્યું હોવાના આક્ષેપ પણ  તેઓએ કર્યા હતા.
   
Latest Stories