વડોદરા:મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ વિપક્ષના વિશ્વામિત્રી નદી પર દબાણ મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી કાંઠેના દબાણનો મુદ્દો ગરમાયો હતો,જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા.

New Update

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી 

સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે થઇ આક્ષેપબાજી 

વિશ્વામિત્રી નદી કાંઠે બાંધકામ મુદ્દે કરવામાં આવ્યા આક્ષેપ

ભાજપના ક્રોપોરેટરે કોંગ્રે પર દબાણ મુદ્દે કર્યા આક્ષેપ 

તો કોંગ્રેસે કર્યા ભાજપ સામે ગેરકાયદેસર બાંધકામના પ્રતિઆક્ષેપ 

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી કાંઠેના દબાણનો મુદ્દો ગરમાયો હતો,જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ગતરોજ મળવા પામી હતી.જેમાં ભાજપના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા વિશ્વામિત્રી નદી કાંઠે ગેરકાયદેસર બાંધેલા ઓટલા સ્વૈચ્છીક રીતે તોડી પાડવામાં આવ્યા હતા.ત્યારે પરાક્રમસિંહ જાડેજાએ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે પ્રતિબંધિત ઝોનમાં બાંધેલા બંગલા સામે કાર્યવાહી કરવી જોઈએ તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો,જ્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતાએ ભાજપના રાજમાં નદીકાંઠા પર થયેલા બાંધકામનો મુદ્દો ઉઠાવતા મામલો ગરમાયો હતો.

વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ કોંગ્રેસના જિલ્લા પૂર્વ પ્રમુખ વિનુ પટેલ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે, તેમની જમીન પ્રતિબંધિત ઝોનની હતી,તેમાં વળતર આપવાનો ઠરાવ પણ થયો છે.આ લીંક રોડ પર બ્રિજ બનાવવાનો હતો અને જમીન સંપાદનનો પ્રશ્ન ઉપસ્થિત થતા વિનુ પટેલને કારણે આ બ્રિજ રૂપિયા પાંચ કરોડનો થવાનો હતો,તેના બદલે 10 કરોડનો થયો છે. તેમણે જ્યારે બાંધકામ શરૂ કર્યું ત્યારે આ જમીન પ્રતિબંધિત ઝોનની હોવાથી કોર્ટે પણ બાંધકામ અંગે યથાવત સ્થિતિ જાળવવા હુકમ કર્યો હતો.તેમ છતાં તેમને બાંધકામ કર્યું હતું. જી ડી સી આરના નિયમ પ્રમાણે વિશ્વામિત્રી નદી કિનારાથી 30 મીટરનું માર્જિન છોડવાનું હોય છે.તે પણ છોડ્યું નથી તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડાને માત્ર ભાજપનો કોર્પોરેટર છું એટલે તેમણે મારા બાંધકામ વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. હવે તેઓ તેમના જ પક્ષના પૂર્વ પ્રમુખનું બાંધકામ તોડવા મુખ્યમંત્રીને પત્ર લખશે ખરા તેવા સવાલ વોર્ડ નંબર ત્રણના ભાજપના કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યા હતા.આમ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ અને પ્રતિઆક્ષેપ સાથે સભા પૂર્ણ થઇ હતી. 
Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.