પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ-હત્યાની ઘટનાના પડઘા વડોદરામાં, SSGના તબીબોની હડતાલ

પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યાની ઘટના થી તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

New Update
પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યાની ઘટના થી તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ મુદ્દે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ અગાઉ શાંતિ પૂર્વક કેન્ડલ માર્ચ યોજી હતી,જ્યારે પીડિતાને ન્યાય અપાવવા અને દોષિતની સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.ત્યાર બાદ શુક્રવારે તમામ તબીબોએ હડતાલ પાડી કામગીરીથી અળગા રહ્યા હતા.

SSGના તબીબોની હડતાલ

પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબિયત સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવે દેશભરમાં ભારે ચકચાર જગાવી છે. ત્યારે આ ઘટનાને લઈને રેસીડેન્ટ અને ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃતક તબિયતના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશનના આહવાન પર હડતાલ પર ઉતર્યા હતા.

તો બીજી તરફ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રંજન ઐયર દ્વારા હડતાલ પર ઉતરેલા ડોક્ટરોની જગ્યાએ અન્ય કાયમી ડોક્ટર અને પ્રેક્ટિશનરની તમામ રજાઓ કેન્સલ કરી સયાજી હોસ્પિટલની ઓપીડીમાં તાત્કાલિક સારવાર માટે હાજર રાખવામાં આવ્યા છે,તેમ તેઓએ જણાવ્યું હતું.
Latest Stories