વડોદરા: બાજુવાળા શેઠ શેરીમાં એક મકાનની અંદર સ્લેબ ધરાશાયી થતા માતા દીકરી દબાયા,ફાયરબ્રિગેડે કર્યું રેસ્ક્યુ

મકાનની અંદરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા માતા પુત્રી કાટમાળ નીચે દબાયા હતા,અને ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડ્યા....

New Update

વડોદરામાં  ત્રણ માળના મકાનનો સ્લેબ થયો ધરાશાયી

જર્જરિત મકાનના ઉપરના માળનો સ્લેબ થયો ધરાશાયી

માતા અને પુત્રી કાટમાળ નીચે દબાયા

ફાયર બ્રિગેડ દ્વારા માતા પુત્રીનું કરાયું રેસ્ક્યુ

સ્થાનિક લોકોમાં ઘટનાને પગલે સર્જાઈ ભાગદોડ  

વડોદરા શહેરના બાજુવાળા શેઠ શેરીમાં મુખ્ય માર્ગ પર એક ત્રણ માળના મકાનની અંદરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા માતા પુત્રી કાટમાળ નીચે દબાયા હતા,અને ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડ્યા હતા.

વડોદરા શહેરના બાજુવાળા શેઠ શેરી મુખ્ય માર્ગ પર ત્રણ માળનું મકાન છે.જેમાં જીતેન્દ્રભાઈ પંચાલનો પરિવાર ઉપરના પહેલા માળે રહે છે.વહેલી સવારે પહેલા માળનો સ્લેબનો ભાગ અચાનક ધરાશાયી થતા કૈલાશબેન તેમજ દિવ્યાંગ દીકરી ફસાયા હતા.

જ્યારે જીતેન્દ્રભાઈ બહાર નીકળ્યા હોવાથી તેમનો બચાવ થયો હતો.જોકે ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ક્ષણવારમાં જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને કાટમાળ નીચે દબાયેલા માતા દીકરીનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.

Latest Stories