Connect Gujarat
વડોદરા 

સ્માર્ટ સિટી વડોદરામાં સ્થાનિકો લાકડાના પુલ પર ચાલવા છે મજબૂર, જુઓ વિકાસની વરવી "વાસ્તવિકતા"

વડોદરા શહેરને શાંઘાઈ બનાવવાના મોટા દાવાઓ વચ્ચે કહેવાતા સ્માર્ટ સિટીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે.

X

વડોદરા શહેરને શાંઘાઈ બનાવવાના મોટા દાવાઓ વચ્ચે કહેવાતા સ્માર્ટ સિટીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે.વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વાર બ્રિજ ન બનાવાતા રહીશોએ સ્વખર્ચે વિશ્વામિત્રી નદી પર લાકડાના બ્રિજનું નિર્માણ કર્યું છે જે સત્તાધીશોના દાવાને પોકળ સાબિત કરે છે

વડોદરા શહેરને સ્માર્ટ સિટી અને શાંઘાઈ બનાવવાના સત્તાધીશોના દાવાઓ વચ્ચે એક વિસ્તાર એવો છે કે જ્યાના લોકો હજુ પણ અર્વાચીન યુગમાં જીવી રહ્યા છે. આ દ્રશ્યોમાં દેખાતો આ લાકડાનો પુલ કોઈ ઐતિહાસિક સ્થળ કે ગામનો નથી. આ 8 મહાનગરો પૈકીના વડોદરા મહાનગરના વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ નાગરવાળાથી કૃષ્ણનગરને જોડતો લાકડાનો પુલ છે.જે અહીંના સ્થાનિકોએ પોતાના સ્વ ખર્ચે બનાવ્યો છે. વર્ષ 1972 એટલે કે 50 વર્ષ થી અહીં 200 થી વધુ લોકો વસવાટ કરે છે. જ્યાં વીજળી પણ બે વર્ષ પહેલાં જ આવી છે. જોકે અહીં હજુ પણ સ્ટ્રીટ લાઇટની કોઈ જ સુવિધા પોહચી નથી કે નથી પાણીની સુવિધા જેથી અહીંના લોકોએ આ જોખમી પુલ પરથી પસાર થઈને પાણી ભરવા જવું પડે છે. આ પુલ જ છે કે જે તેઓને શહેર સાથે જોડે છે.

અહીંથી નાના બાળકો પણ પસાર થઈ રહ્યા છે કોઈ પણ ડર વગર.. જાણે કે આ પુલથી ટેવાઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિશ્વામિત્રી નદીનો પટ હોવાથી અહીં મગરો વિસ્તારમાં આવે છે અને તેમના પશુઓનો શિકાર કરી જાય છે.અહીંથી પસાર થવું અમારી મજબૂરી છે અનેક રજુઆત છતાં કોઈ જોવા નથી આવતું અને જાતે આ બ્રિજ પૈસા એકઠા કરી બનાવવો પડે છે.

Next Story