Connect Gujarat
વડોદરા 

આર્મીની ખોટી ઓળખ આપનાર વડોદરાના બુટલેગરના ઘરે મહારાષ્ટ્ર-નંદુરબાર પોલીસનો દરોડો, રૂ. 3.68 લાખનો વિદેશી દારૂ જપ્ત

આર્મીની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્રના નંદુરબારમાં વિદેશી દારૂનો વેપાર કરતાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારના બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડી રૂ. 3.50 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

X

આર્મીની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્રના નંદુરબારમાં વિદેશી દારૂનો વેપાર કરતાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારના બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડી રૂ. 3.50 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. મહારાષ્ટ્રના નંદુરબારમાં આર્મીની ખોટી ઓળખ આપી વિદેશી દારૂનું વેપાર કરતા વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડ્યા હતા. મહારાષ્ટ્ર પોલીસે બુટલેગરને પકડવા ગોરવા પોલીસની મદદ લઇ ગોરવા વિસ્તારમાં આવેલ નુર બંગલોમાંથી રૂ. 3.50 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે.

આ સાથે જ ડુપ્લીકેટ આર્મી ઓફીસર તરીકે પોતાની ઓળખ આપનાર મોહંમદ ફારૂક શફી નામના ઈસમ વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ, આ ગુનામાં સંડોવાયેલ આરોપીની પત્ની શાહીદા રાહીલ સફીની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગોરવામાં રહેતો બુટલેગર રાહિલ શફી ઉર્ફે મહંમદ ફારુક શેખ હજી ફરાર છે, જેને વહેલી તકે ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story