-
સંસ્કારીનગરીમાં બનતી છેડતીની ઘટનામાં થયો વધારો
-
અલકાપુરી વિસ્તારમાં યુવકે કરી એક યુવતીની છેડતી
-
ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે કરી યુવતીની છેડતી
-
ફૂડ ડિલિવરી બોયએ યુવતીને કહ્યું : તમે મને ખૂબ ગમો છો
-
ફરિયાદના આધારે પોલીસે ફૂડ ડિલિવરી બોયની ધરપકડ કરી
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે એક યુવતીની છેડતી કરતાં પોલીસે ફૂડ ડિલિવરી બોયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરવા માટે ગયેલા એક યુવકે યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. જેના આધારે પોલીસે આ યુવકની અટકાયત કરી છે. ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું કામ કરતો મોહમ્મદ અકમલ ફિરોઝીવાલા અલકાપુરી વિસ્તારમાં ફૂડ ડિલિવરી માટે ગયો હતો, જ્યાં તેને મહિલાનો હાથ પકડી “તમે મને ખૂબ ગમો છો..” કહીને યુવતીની છેડતી કરી હતી. આ અંગે મહિલાએ પોતાના પરિવારમાં જાણ કરતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપી મોહમ્મદ અકમલ ફિરોઝીવાલાને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.