ભગવાન શિવજી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સંતોના વડોદરા પ્રવેશ સામે વિરોધ, ઠેર ઠેર લાગ્યા પોસ્ટર...

સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વિવાદમાં આવ્યા, પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીને લઈ વિરોધ

New Update
ભગવાન શિવજી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સંતોના વડોદરા પ્રવેશ સામે વિરોધ, ઠેર ઠેર લાગ્યા પોસ્ટર...

સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વધુ એક વખત વિવાદમાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રબોધ સ્વામી તથા અન્ય સંતના ફોટા પર ચોકડી મારેલા પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

અગાઉ પણ પ્રબોધ સ્વામી જૂથ સાથે સંકળાયેલા સંતે ભગવાન શિવજી વિરૂદ્ધ વિવાદીત ટીપ્પણી કરતા મામલો ગરમાયો હતો. તો બીજી તરફ, સોખડા હરિધામના સંતો પણ અગાઉ સંપતિની દાવેદારીને લઇને વિવાદમાં આવ્યા હતા. અવારનવાર વિવાદોમાં રહેતા સોખડાના પ્રબોધ સ્વામી અને આનંદ સાગરના બેનરો લગાવી વડોદરાના અનેક વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સનાતન સંત સમિતિ દ્વારા વડોદરાના અનેક વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. શિવજી વિરુદ્વ વિવાદીત ટિપ્પણી કરતા સમગ્ર સનાતન ધર્મમાં રોષ ફેલાયો છે. જેને લઈને ગુજરાત સનાતન સંત સમિતિના નામે આ બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તાર, વુડા સર્કલના વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, શિવજીનું અપમાન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર સનાતન ધર્મના સંતોમાં નારાજગી જોવા મળી હતી. જેને લઈને વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, "શિવજીનું અપમાન કરનારને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ", "શિવજીના અપમાન કરનારને માફી નહીં" લખાયેલું જોવા મળી રહ્યું છે. જોકે, હવે વધુ એક વખત સોખડાના પ્રબોધ અને આનંદ સાગર સ્વામીને લઈને વડોદરામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

#Gujarat #Connect Gujarat #Vadodara #Protest #temple #Lord Shiva #posters #Beyond Just News #Sokhada temple #Aanand sagar swami
Latest Stories