ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાથી જ ટિકિટ વાંચ્છુકો પાર્ટીમાંથી પોતાના નામની ઉમેદવાર તરીકે જાહેરાત થાય તે માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યાં હતા. તેવામાં વડોદરા શહેરના બે કોંગી નેતાઓને વિધાનસભાની ટિકિટ અપાવવાના બહાને તેમજ છેતરપીંડી કરવાના ઇરાદે ઠગ ઠગબાજ ટોળકી એક્ટિવ થઇ હતી. જોકે આ રાહુલ ગાંધીના પી.એ હોવાની ફોન પર ખોટી ઓળખ આપનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંજાબના અમૃતસરથી દબોચી લીધો છે અને તેની પુછતાછ હાથ ધરી છે.
વડોદરા શહેરના કોંગી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને વાઘોડીયા વિધાનસભાના કોંગ્રેસના દાવેદાર સત્યજીત ગાયકવાડને તેમના મોબાઇલ ઉપર રાત્રીના સમયે એક મેસેજ મળ્યો હતો અને જેમાં લખવામાં આવ્યું હતુ કે, "THIS SAID KANISKA SINGH P.A TO RAHUL GANDHI PLEASE CALL ME". ટિકિટ વિતરણ થવાને ગણતરીનો સમય બાકી હોય અને તેવા સમયે જો કોંગી નેતાઓને રાહુલ ગાંધીના પી.એ હોવાની ઓળખ આપતો મેસેજ આવે એટલે સ્વાભાવિક છે, તેને પ્રથમ દ્રષ્ટીએ કોઇ નકારે નહીં. આવું જ કંઇ આ નેતાઓ સાથે પણ બન્યું. પરંતુ તેમને ખ્યાલ આવી ગયો કે, આ કોઇ ફ્રોડ છે. જેથી આ અંગે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે વડોદરા સાયબર ક્રાઇમમાં ફરીયાદમાં ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદના આધારે પોલીસે આ ઠગબાજ ટોળકીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી અને ફોન મેસેજ કરનારનુ લોકેશન અમૃતસર હોવાનુ સામે આવ્યું હતુ. જેથી સાયબર ક્રાઇમના પી.આઇ બી.એન પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ રાખોલીયા અને તેમની ટીમને પંજાબના અંમૃતસાર ખાતે રવાના કરવામાં આવી હતી. જ્યાં ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી વડોદરા સાયબર ક્રાઇમની કોંગી નેતાઓને રાહુલ ગાંધીની ખોટી આપનાર શખ્સ રજતકુમાર મદાન સુધી પહોંચી તેને દબોચી લેવામાં આવ્યો છે.
આમ, વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા અમૃતસરથી ટ્રાન્જીટ રીમાન્ડ મેળવી તેની પુછતાછ હાથ ધરી હતી. પુછતાછ દરમિયાન જાણવા મળ્યુ કે, ઠગબાજ ટોળકીનો સાગરીત રજતકુમારે ધો.4 સુધી અભ્યાસ કર્યો છે. અને શાકભાજીનો હોલસેલ વેપાર કરે છે. જે નેતાઓની ટિકિટની લોભામણી લાલચ આપી રૂપિયા પડાવતો અને બીજી એકાઉન્ટમાં ટ્રન્સફર કરતો હતો.