Connect Gujarat
વડોદરા 

વડોદરા: મેરેથોનની 10મી આવૃત્તિનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ દોડ લગાવી

સંસ્કારી નગરી વડોદરામાં મેરેથોન દોડની 10મી આવૃત્તિનો સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો

X

સંસ્કારી નગરી વડોદરામાં મેરેથોન દોડની 10મી આવૃત્તિનો સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો

આજે મુખ્યમંત્રીએ વડોદરા મેરેથોનની ૧૦મી આવૃત્તિનો ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો.જેમાં વડોદરા શહેરનાં મોટાભાગનાં હેરિટેજ સ્થળોની ઉજવણી પણ સામેલ થયા છે. આ રેસમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડવીરોની હાજરી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવલખી મેદાન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો. જ્યાં તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તેઓ દ્વારા નિર્ધારિત રનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા જવાન રન, સ્વચ્છતા રન, સંકલ્પ રન અને ફન રનને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ મેરેથોનમાં કુશળ હાફ મેરેથોનર તરીકે હર્ષ સંઘવીએ 5 કિમીની દોડમાં દોડતા જોવા મળ્યા હતા. આ વખતની મહાદોડ માટે ૬૨ હજાર જેટલા નાગરિકોએ નોંધણી કરાવવાની સાથે દિવ્યાંગોની દોડ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એસ્થેટિક પગ સાથે પણ કેટલાક રમતવીરો દોડ્યા તો કેટલાક દિવ્યાંગો ટ્રાઇસિકલ, કાંખઘોડી સાથે પણ દોડ્યા હતા. તેમનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય હતો. અબાલ વૃદ્ધ સૌ કોઇ આ મહાદોડમાં સહભાગી બન્યા હતા.

Next Story