Connect Gujarat
વડોદરા 

વડોદરા : ડભોઇમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાલિકાની 3 દિવસ સ્પેશિયલ ડ્રાઇવ, દબાણકર્તાઓમાં ફફડાટ...

ડભોઇ ખાતે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આગામી 2 દિવસ સુધી નગરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે,

X

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આગામી 2 દિવસ સુધી નગરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે, જેથી અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

વડોદરા જિલ્લાના ડભોઇ શહેર ખાતે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 3 દિવસ માટે ગેરકાયદેસર દબાણોને હટાવવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ડભોઇની મહુડી ભાગોળ ખાતે આવેલ વિવાદિત કોમ્પ્લેક્સને પાલિકા દ્વારા જમીનદોષ કરવામાં આવ્યું હતું. ગ્રીન બેલ્ટની જગ્યામાં બિલ્ડરે આ કોમ્પ્લેક્સ બનાવ્યું હતું, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવાદિત કોમ્પ્લેક્સને જમીનદોષ કરાયું છે. જોકે, રાજકીય પ્રેશર હોવાથી અગાઉ પણ 5 વખત આ દબાણને હટાવવાનું કામ અટક્યું હતું. જે હવે ડભોઇ નગરપાલિકા દ્વારા પાર પાડવામાં આવ્યું છે. તો બીજી તરફ, હજી આગામી 2 દિવસ ડભોઇ નગરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવેશે તેવું પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ હતું.

Next Story