વડોદરા : ચોરી-ધાડથી ધાક જમાવનાર દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ, રૂ. 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખના મુદ્દામાલ સાથે દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અનેક વિસ્તારમાંથી સામે આવી હતી ચોરી-લૂંટની ઘટનાઓ

Advertisment

ચોરી અને ધાડથી ધાક જમાવનાર માતવા ગેંગનો પર્દાફાશ

દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની પોલીસે કરી ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

તસ્કરોએ 18 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો : પોલીસ

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખના મુદ્દામાલ સાથે દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના માતવા ગામે રહેતા અને અગાઉ વડોદરા અને ગોધરામાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપી સુનિલ વહોનીયામાતવા ગેંગના નામથી ચોરીમાં સંડોવાયેલો હોવાના વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને પ્રબળ સંકેતો મળ્યા હતા. જેથી માતવા ગેંગની ભાળ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતીઅને તે દિશામાં પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન ગેંગનો મુખ્ય સુત્રધાર સુનીલ વહોનીયા ચોરી કરવાના આશયથી વડોદરાના ગોત્રી રોડ પર આવેલા ન્યુ અલકાપુરી વિસ્તારના ઝૂંપડામાં છુપાયેલો હોવાની બાતમી મળતા પોલીસ સ્થળ પર પહોંચી સુનીલ નારસીંગ વહોનીયાનિલેષ રેવલા મકવાણાપપ્પુ જવસીંગ તડવી અને સુખરામ દેવા વળવીને દબોચી લીધા હતાજ્યાં તમામે ચોરીનો મુદ્દામાલ એક થેલીમાં મુકી રાખ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ. 4.14 લાખના દાગીના અને રૂ. 37 હજાર રીકવર કર્યા હતા. તમામની આકરી પુછપરછ કરતા તેઓએ વટાણા વેરી દીધા હતા. છેલ્લા એક વર્ષમાં સુનિલ નારસીંગ વહોનીયા અને નિલેશ મકવાણાએ ગ્રામ્ય વિસ્તારની સોસાયટીઓમાં 18 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.

 

Latest Stories