/connect-gujarat/media/post_banners/a868db7b95d0cfe3acf76ff479ae14f6f0f36c67d6257bd42254f5defd5ab5c4.jpg)
વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી ગેરપ્રવૃત્તિની વાતો વહેતી હતી, જે આજે સાબિત થઈ છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની એમ. એમ. બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 34માં 4 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માળતા રંગે હાથ ઝડપાય ગયા હતા, ત્યારે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં દારૂ ક્યાંથી આવ્યો તે પણ એક મોટો સવાલ ઉદભવ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીમાં 4 વિદ્યાર્થીઓ હતા, તે હોસ્ટેલના જ હતા કે, બહારના તેની પણ તપાસ વીજીલન્સે આરંભી દીધી છે. જોકે, બોયઝ હોસ્ટેલમાં રહેતા અને સામાન્ય વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ દારૂના રૂપિયા તેમજ દારૂ કોની પાસેથી લાવ્યા તે પણ યુનિવર્સિટી તપાસમાં લે તે જરૂરી બન્યું છે. કારણ કે, વિદ્યાર્થીઓને નશાના રવાડે ચઢાવનાર આ શખ્સો કોણ છે કે, જે વિદ્યાર્થીઓને દારૂની બોટલ આપે છે, જેના કારણે વિદ્યાર્થીઓ નશો કરે છે, ત્યારે હોસ્ટેલના વોર્ડન તેમજ સિક્યુરિટીની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટીને બદનામ કરતા આ 4 શખ્સો વિરુદ્ધ યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.