/connect-gujarat/media/post_banners/5ff91fbf11b30e7b07919bc22be6f2651c2eb8fa796336ad1d9ca47329beebd4.jpg)
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રિના સમયે 5 ફૂટ લાંબો એક મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયો હતો.આ દરમ્યાન તે કાર નીચે છુપાઇ જતાં ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ખાસવાડી સ્મશાન નજીક ઘોડાના તબેલામાં એક મગર ઘુસી આવ્યો હતો, ત્યારે વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયેલ 5 ફૂટ લાંબા મગરને ત્યાં રહેતા વ્યક્તિએ જોતાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોને ફોન કરી આ અંગેની જાણ કરી હતી. જેથી અશોક પવાર સહિતના સાથીદારોએ દોડી આવી મગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, રાતનો સમય હોવાથી મગર તબેલાની બીજી તરફ ભગવા લાગ્યો હતો, જ્યાં રસ્તાની સાઇડમાં પાર્ક કરેલ કારની નીચે છુપાઈ ગયો હતો.
જેથી રેસ્ક્યુની કામગીરી કરતા કાર્યકરોએ મગરના મોઢા પર કંતાનનો કોથળો ઢાંકી દઇ તેને પહેલા શાંત કર્યો હતો. બાદમાં સાવચેતીપૂર્વક તેને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો. જ્યાર બાદ આ મગર વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. જોકે, એક તરફ વિશ્વામિત્રીમાં કોર્પોરેશન દ્વારા જ સુવેઝના ગંદા પાણી છોડવામાં આવે છે, જેથી નદીમાં રહેતા મગર સહિતના જળચર પ્રાણીઓના અસ્તિત્વ પર સવાલ ઉભા થયા છે.