-
રેસકોર્સ વિદ્યુત ભુવન બહાર યોજાયા ધરણાં પ્રદર્શન
-
GSECLમાં એપ્રેન્ટીસ કરનાર બેરોજગારોનો મામલો
-
બેરોજગારોને ભરતી કરવા મામલે વિરોધ નોંધાવાયો
-
રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારોએ કર્યું ધરણા પ્રદર્શન
-
કાયમી ભરતી કરી ન્યાય આપવા ઉમેદવારોની માંગ
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટીસ કરેલ બેરોજગારોની ભરતી કરવા મામલે વડોદરા રેસકોર્સ વિદ્યુત ભુવન બહાર રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારોએ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસ કરેલા બેરોજગારોની ભરતી પ્રક્રિયા નહીં થતા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજદિન સુધી તેમની રજૂઆત ધ્યાને નહીં લેવાતા આજે ફરી એક વખત રાજ્યભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો વડોદરાની રેસક્રોસ વિદ્યુત ભુવન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ ધરણા પ્રદર્શન કર્યું હતું. એપ્રેન્ટિસ વર્કરે જણાવ્યું હતું કે, 1200 ઉપરાંત જગ્યાઓ ખાલી છે, અને કોન્ટ્રાકટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. અમને સૌને કાયમી ભરતી કરીને સૌને બેરોજગારી દૂર કરે, સૌને નોકરી આપે અને પરિવારને ન્યાય આપે અને સર્વે ગુજરાતના દરેક જિલ્લામાંથી આવેલ ઉમેદવારોએ માંગ કરી હતી.