વડોદરા : પાણીગેટના સનરાઇઝ કોમ્પલેકસમાં ચાલતું હતું કુટણખાનું, સાત લલના અને ત્રણ ગ્રાહક ઝડપાયાં

વડોદરા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. સનરાઇઝ કોમ્પલેક્ષમાં દરોડા પાડી પોલીસે 7 લલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડ્યા

New Update
વડોદરા : પાણીગેટના સનરાઇઝ કોમ્પલેકસમાં ચાલતું હતું કુટણખાનું, સાત લલના અને ત્રણ ગ્રાહક ઝડપાયાં

સંસ્કારી નગરી વડોદરામાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વાઘોડિયા રોડ ઉપર પાણીગેટ પોલીસ મથકની હદમાં સનરાઇઝ કોમ્પલેક્ષમાં દરોડા પાડી પોલીસે 7 લલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા નામની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી પીસીબીને મળી હતી. પોલીસે બાતનીના આધારે જગ્યા પર દરોડો પાડતા સ્થળ પરથી 7 યુવતિઓ અને ત્રણ ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરાવવામાં આવતું હતું. પીસીબીએ યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. સહિતના મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. હાલ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.