વડોદરા : સિગ્નલ તોડીને ભાગતા કાર ચાલકે પોલીસ પર કાર ચડાવી દેવાનો કર્યો પ્રયાસ,પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરાના સમા ટી પોઇન્ટ પાસે બુધવારે પૂરપાટ કાર હંકારી ચાલકે સિગ્નલ તોડી પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.ચાલકે પોલીસ કર્મીને રોડની વચ્ચો વચ ફંગોળ્યા હતા.

New Update
  • વડોદરામાં કાર ચાલકની બેલગામ રફ્તાર

  • સિગ્નલ તોડીને પોલીસકર્મી પર કાર ચડાવી દેવાનો કર્યો પ્રયાસ

  • પોલીસકર્મી રોડ પર પછડાટ થયો ઘાયલ

  • પોલીસે કાર ચાલકની ઘરેથી કરી ધરપકડ

  • હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુન્હો દર્જ

વડોદરાના સમા ટી પોઇન્ટ પાસે બુધવારે પૂરપાટ કાર હંકારી ચાલકે સિગ્નલ તોડી પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.ચાલકે પોલીસ કર્મીને રોડની વચ્ચો વચ ફંગોળ્યા હતા. જેમાં પોલીસકર્મી ઘાયલ થયો હતો. આ મામલે સમા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી હતી.

વડોદરા  ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદેસિંહ સમા ટી પોઇન્ટ (એબેક્સ સર્કલ) અમિતનગર સર્કલ તરફ જવાના રોડ પર ફરજ પર હાજર હતા. અજીતસિંહ ટ્રાફિક નિયમન કરાવતા હતા. ત્યારે સવારે દસ વાગ્યાની આસપાસ જીજે-06-પીએસ-0225 કારનો ચાલક ઓનેસ્ટ ચાર રસ્તાથી સમા ટી પોઇન્ટ સર્કલ ઉપર પૂર ઝડપે આવી સિગ્નલ તોડ્યું હતું.

જેથી અજીતસિંહે દુરથી તેની કાર ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. જોકે ચાલકે કાર ઉભી ન રાખી હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા અજીતસિંહ રોડ પર પછડાયા હતા. જેમાં તેમને ખભા સહિતના ભાગે ફેક્ચર થયું હતું. અજીતસિંહને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા. કાર નંબરના આધારે પોલીસે કાર ચાલક વેમાલી પટેલ ફળિયામાં રહેતા અર્પિત જીતેન્દ્ર પટેલને તેના ઘરેથી પકડી પાડ્યો હતો. જોકે પોલીસે ગણતરીના કલોકામાં જ ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.