વડોદરા : MS યુનિવર્સીટીના 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ.

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની મેસની ફી મુદ્દે આંદોલનમાં વીસીના બંગલે કરાયેલા વિરોધમાં 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

New Update

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની મેસની ફી મુદ્દે આંદોલનમાં વીસીના બંગલે કરાયેલા વિરોધમાં 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રૂ.2 હજારનું નુકસાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ગુજરાત કોમન યુનિવર્સીટી એકટ લાગુ થયા બાદ વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં વામન વીસીની તાનાશાહી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓનું નહિ સાંભળી માત્ર ખાનગી યુનિવર્સીટીઓને ફાયદો કરાવવા ટેવાયેલા વીસી સામે પ્રબુદ્ધ નાગરિકો, પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા હતા. તેવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભોજન સહિતની ફી માં વધારો ઝીંકી દેવાતા વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને વીસીના બંગલામાં પ્રવેશ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જે બાદ વીસી દ્વારા પોતાના બંગલામાં નુકસાન કર્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જેના કારણે વીસી પ્રત્યે વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. વીસીએ નોંધાવેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ 2 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોય ત્યારે સોમવારે AGSU વિદ્યાર્થી સંગઠનના અગ્રણી વિદ્યાર્થી પંકજ જયસ્વાલ અને જયેશ પ્રજાપતિની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીની દરેક ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી રૂપિયા 2 હજાર એકત્ર કરશે અને મંગળવારે વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે. સાથે નુકસાનની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરાયેલો કેસ પરત ખેંચવા માંગણી કરશે અને જો તેમ કરવામાં નહિ નહિ આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Latest Stories