વડોદરા : કારેલીબાગ ટાંકી વિસ્તારમાં સુકાયેલું વૃક્ષ ભડકે બળ્યું, ફટાકડાનું તણખલું પડતાં આગ લાગી હોવાનું અનુમાન..!

વડોદરા શહેરના કારેલીબાગ ટાંકી વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘટાદાર વૃક્ષમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

New Update

શહેરના કારેલીબાગ ટાંકી વિસ્તારમાં આગનો બનાવ, રાત્રિના સમયે ઘટાદાર વૃક્ષમાં આગ ફાટી નીકળી

વડોદરા શહેરના કારેલીબાગ ટાંકી વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘટાદાર વૃક્ષમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસારવડોદરા શહેરના કારેલીબાગ ટાંકી વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘટાદાર વૃક્ષમાં એકાએક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલી દીપિકા સોસાયટીમાં રાત્રિના સમયે વૃક્ષ ભડકે બળતા લોકોમાં નાસભાગ મચી હતી. આ વૃક્ષ સાવ સુકાઈ ગયેલું હોયજેથી તુરંત આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુંઅને આગની જ્વાળાઓ હવામાં દૂર દૂર સુધી ઉડી હતીત્યારે વડોદરા ફાયર એન્ડ ઈમર્જન્સી વિભાગને થતા ટીમના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કેફટાકડાનું સળગતું તણખલું વૃક્ષમાં પડ્યું હોય અને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Latest Stories