/connect-gujarat/media/post_banners/19aef72379b8eeaa5dfa4dfd8741fca559c000c71c921bce91abdae4f454d203.jpg)
વડોદરા શહેરના માંજલપુર સરસ્વતી ચાર રસ્તા નજીક ઓરડીમાં ખેલાયેલ ખૂની ખેલ કેસમાં ગ્લોબલ હોસ્પિટલમાં કામ કરનાર યુવકો વચ્ચે કામને લઈ થયેલ માથાકૂટમાં હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી ચાર રસ્તા પાસે કોર્પોરેશનના બાગની સામેની ઓરડીમાં રહેતા તેજલ એહમલની તેના જ મિત્ર સૈફુલ ઇસ્લામ દ્વારા ગળા તેમજ છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાના આવ્યો હતો. મોતને ભેટનાર અને હત્યાને અંજામ આપનાર યુવકો મૂળ આસામના હોવાનો ખુલાસો થયો હતો અને એક મહિના પહેલાં જ વડોદરા કામ માટે આવ્યા હતા અને માંજલપુર વિસ્તારની ગ્લોબલ હોસ્પિટલમાં સાથે નોકરી જોડાયા હતાં. નોકરી દરમિયાન શુક્રવારે બંને વચ્ચે કામને લઈ ઝઘડો થયો હતો જેમાં સૈફુલ ઇસ્લામ તેના મિત્રની હત્યા કરી ભાગી ગયો હતો જેને પોલીસે રેલ્વે સ્ટેશનથી ઝડપી પાડયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી સેફુલ ઇસ્લામની ધરપકડ કરી છે તેમજ જે જગ્યાએ બંને મિત્રો નોકરી કરતા હતા એ જગ્યાએ પૂછપરછ કરતા બંને મિત્રો વચ્ચે બપોરે પણ ઝઘડો થયો હતો