વડોદરા : કરજણના સાયર ગામે કાર લઈને ત્રાટકી બકરા ચોર ટોળકી, સમગ્ર ઘટના CCTVમાં કેદ...

કરજણના સાયર ગામમાંથી થઈ 17 બકરાઓની ચોરી, બનાવના પગલે સરપંચ અને ગ્રામજનો દોડી આવ્યા

New Update
વડોદરા : કરજણના સાયર ગામે કાર લઈને ત્રાટકી બકરા ચોર ટોળકી, સમગ્ર ઘટના CCTVમાં કેદ...

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાયર ગામના ગરાસિયા ફરિયામાં રહેતા ગુલામ ગરાસિયા પશુપાલન કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગત તા. 11 જુલાઇના રોજ તેઓ પોતાના બકરાઓને ચરાવી લાવીને ઘરની બાજુમાં બનાવેલ ઓરડીમાં બાંધ્યા હતા, ત્યારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ગુલામ ગરાસિયાને પોતાના બકારા ચોરી થયા હોવાનો આભાસ થયો હતો. તેઓએ ઓરડીમાં જઈને જોતાં પોતાના 17 જેટલા બકરા-બકરીઓ ચોરાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. સાથે જ બાજુમાં રહેતા સિકંદર ગરાસિયાના પણ 3 બકરા ચોરાયા હોવાનું જાણવા મળતા તેઓએ પોલીસ મથકે જાણ કરી હતી.

Advertisment

બનાવના પગલે ગામના સરપંચ સહિતના ગ્રામજનોના ટોળાં વળ્યા હતા. પોલીસે સાયર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં લગાવેલ CCTV કેમરા ચેક કરતા તેમાં રાત્રિના લગભગ 3 વાગ્યાના અરસામાં ફોર વ્હીલર કાર લઈને આવેલા કેટલાક અજાણ્યા ઈસમો નજરે પડ્યા હતા, ત્યારે હાલ તો અજાણ્યા ઇસમો દ્વારા બકરા ચોરી કરવામાં આવ્યા હોવાના અનુમાન સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment