Connect Gujarat
વડોદરા 

વડોદરા : પાણીનો કકળાટ દૂર કરવા સિંધરોટમાં નવો સ્ત્રોત ઉભો કરાયો, પાલિકાના અધિકારીએ જળાશયોનું નિરિક્ષણ કર્યું

વડોદરાવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પુરતા પ્રેશરથી મળી રહે તે હેતુથી વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પાણીના સ્ત્રોત તથા તે સંદર્ભે ચાલતી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

X

ટૂંક સમયમાં જ વડોદરાવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પુરતા પ્રેશરથી મળી રહે તે હેતુથી વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પાણીના સ્ત્રોત તથા તે સંદર્ભે ચાલતી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

ઉનાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને મે મહિનામાં જ વડોદરા શહેર સહિત રાજ્યના તમામ જળાશયોના સ્તર નીચે જાય છે. પરિણામે લોકોને પીવાનું પાણી પૂરું પાડવાનો પ્રયત્ન તંત્ર માટે વિકટ બન્યો છે. જો સમયસર વરસાદ ન વરસે તો તાત્કાલિક ધોરણે અન્ય સ્ત્રોત ઉભો કરવાની સાથે પાણી ખરીદવાની પણ નોબત આવે છે. ચાલુ વર્ષે શહેર તથા જિલ્લાના જળાશયોના સ્તર નીચે ઉતર્યા છે. સાથોસાથ વસતિ અને વિસ્તાર વધવાની સાથે પાણીની જરૂરિયાત પણ વધી છે. એક તરફ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ દૂર કરવા સિંધરોટ ખાતે નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો છે. જે જૂન મહિનામાં કાર્યરત થતા પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને રાહતની શક્યતા છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલે આજવા, પ્રતાપપુરા, મહીસાગર અને ખાનપુર ખાતે નિરિક્ષણ કર્યું હતું. આજવા સરોવરમાં વધુ પાણીનો સ્ત્રોત કેવી રીતે મેળવી શકાય, પ્રતાપપુરા સરોવરને પાણીના સ્ત્રોત તરીકે વિકસાવવો કે નહીં, આજવાથી નિમેટા સુધીની નવી મુખ્ય પાણીની લાઈનની કામગીરી અને 62 દરવાજા સંદર્ભે તેઓએ નિરીક્ષણ કર્યું છે. જેથી કહી શકાય કે, ટૂંક સમયમાં જ વડોદરાવાસીઓને પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી મળી રહે તેવો કોર્પોરેશને પ્રયાસ હાથ ધર્યો છે.

Next Story