વડોદરા : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલી યોજાય...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો ઉગ્ર વિરોધ

  • સમગ્ર ગુજરાતમાં યોજાય રહ્યા છે ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન

  • સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું

  • VHP, બજરંગ દળવિવિધ હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છેત્યારે વડોદરા મહાનગર હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીરાવ નગર ગૃહ ખાતેથી પ્રસ્થાન થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર પાઠવાયું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ થવાની સાથે ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજી તેમજ અન્ય હિન્દુ સમાજના આગેવાનોની કરવામાં આવેલી ધરપકડમાંથી તેઓને મુક્તિ અપાવવાનો છે. આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળ સહિતની વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ તેમજ રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. 

Latest Stories