/connect-gujarat/media/post_banners/d4ed3ca73a0b76b4f2f59b361732d37515f18fc3fac4cc8a2b7bcc7fa06848d0.webp)
રાજયભરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, આ દરમિયાન વધુ એક બનાવ સામે આવ્યો છે. આજે વડોદરામાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના માંજીપુર વિસ્તારમાં રહેતી પ્રિયા જોશી નામની ધોરણ 10 માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોચી યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરિવારજનોની પૂછપરછ હાથ ઘરી હતી. પોલીસની પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યુ હતું કે પ્રિયાએ તાજેતરમાં જ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ જ પ્રિયા મુંજવણમાં રહેતી હતી. હાલ માંજલપૂર પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.