વડોદરા : પોલીસનો અનોખો અભિગમ, લુપ્ત થવાના આરે આવેલી ઘોડેસવારીની લોકોને અપાય છે તાલીમ...

લુપ્ત થવાના આરે આવેલી ઘોડેસવારીની વિદ્યા વિસરાય ન જાય તે માટે વડોદરા શહેર પોલિસ દ્વારા કમર કસવામાં આવી છે.

New Update
વડોદરા : પોલીસનો અનોખો અભિગમ, લુપ્ત થવાના આરે આવેલી ઘોડેસવારીની લોકોને અપાય છે તાલીમ...

લુપ્ત થવાના આરે આવેલી ઘોડેસવારીની વિદ્યા વિસરાય ન જાય તે માટે વડોદરા શહેર પોલિસ દ્વારા કમર કસવામાં આવી છે. વડોદરા પોલિસ હેડકવાર્ટર ખાતે સ્થાનિકોને નજીવી કિંમતે ઘોડેસવારીની તાલીમ આપવામાં આવી રહી છે.

તમને જાણીને નવાઇ લાગશે કે, શું કાયદાનું ચુસ્તપણે પાલન કરાવતી પોલિસ શિક્ષક હોય શકે ખરી..? સામાન્ય સંજોગોમાં કોઇ પણ નાગરીક પોલિસને જોઇને કે, પછી પોલિસ સ્ટેશનના દાદર ચઢવાનું મુનાસિફ માનતા નથી. પરંતુ વડોદરાના નાગરીકો ભારે ઉત્સાહ સાથે પોલીસ હેડકવાર્ટર ખાતે આવી પહોંચે છે. કારણ કે, વડોદરા પોલિસે જ્યારે ટેક્નલોજીનો યુગનો સુર્યોદય થયો ન હતો તેવા સમયે વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવતી શાહિ સવારી એવી ઘોડેસવારીનું લોકોને શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ કર્યો છે. એક તરફ આજનું યુવાધન સુપર બાઇક્સ અને હાઇસ્પીડ બાઇકનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે ઘોડેસવારીની કળા લુપ્ત ન થાય તેની કાળજી વડોદરા પોલિસે લીધી છે.

વડોદરા શહેર પોલિસ દ્વારા માત્ર 45 રૂપિયામાં 3 મહિનાનો ઘોડેસવારીનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી અને સરકારી કર્મચારીઓને પણ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઘોડેસવારી શિખવા માટે યુવાધનથી લઇને દરેક ઉંમરના નાગરીકો મોટી સંખ્યામાં પોલિસ હેડકવાર્ટર ખાતે આવી રહ્યા છે. આ કોર્ષમાં તાલીમાર્થે આવનાર દરેક નાગરીકોને બેઝીક ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારબાદ કેવી રીતે ઘોડેસવારી કરવી, ધોડાને સવારી દરમ્યાન કેવી રીતે કાબુમાં રાખવા સહિતની દરેક બાબત શીખવવામાં આવે છે.