/connect-gujarat/media/post_banners/0880339b17d2b739eca975f2b785b91c0e89473871c2e68e4f7270b148a1694e.jpg)
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલ કુંઢેલા ચોકડી નજીક ઘોડીએ લાત મારતા ગંભીર ઇજાના પગલે યુવકનું મોત નીપજ્યું હતું.
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલ કુંઢેલા ચોકડી નજીક ઘોડીની પજવણી કરવી એક યુવકને ભારે પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, મૂળ પંચમહાલ જિલ્લાનો રહેવાસી 25 વર્ષીય પંકેશ રાઠવા કુંઢેલા ચોકડી ખાતે ઉભો હતો, ત્યારે ત્યાં નજીકમાં જ ઊભેલી એક ઘોડીને અડવા જતા ઘોડીએ પંકેશ રાઠવાને મોઢાના ભાગે લાત મારી હતી. ઘોડીએ લાત મારતા જ પંકેશ રાઠવાને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી, ત્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ પંકેશ રાઠવાને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.